તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરામાં સ્ટુડન્ટ્સ માટે ~6 કરોડના ખર્ચે રીડીંગરૂમ બનશે : ડૉ. કૌશિક શાહ

વડોદરામાં સ્ટુડન્ટ્સ માટે ~6 કરોડના ખર્ચે રીડીંગરૂમ બનશે : ડૉ. કૌશિક શાહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના 20 જિલ્લાઓમાં અંધજનો માટે બ્રેઇલ કોર્નર અને ઓડિયો બુકની સુવિધાઓ છે. ઉપરાંત ગુજરાતના 9 જિલ્લાઓમાં ફરતાં પુસ્તકાલયો પણ છે. વડોદરામાં સ્ટુડન્ટ્સ માટે ~6 કરોડના ખર્ચે રીડીંગરૂમ બાંધવાનો વિચાર પણ છે. સરકારી પુસ્તકાલયોમાં કારકિર્દી માટે અલગથી માર્ગદર્શન વિભાગ થયાં છે. તેથી બુક ઇસ્યુ કરવાની ઓનલાઇન સુવિધાનો પણ વિચાર કરી રહ્યા છે. તેથી રાજારામ મોહનરાય ફાઉન્ડેશનના સહયોગથી અધ્યતિકરણ માટે સહાય મળી રહી છે.

સિટી રિપોર્ટર @cbvadodaraમહારાજાસયાજીરાવ ગાયકવાડના સમયથી વડોદરા રાજ્ય પુસ્તકાલયના ક્ષેત્રમાં પહેલ કરવા માટે હંમેશા મોખરે રહ્યું છે. આજે પણ ગુજરાતે ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. તેથી રાજ્યના ગ્રંથાલય નિયામક ડૉ. કૌશિક શાહે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યએ અન્ય વિકસિત રાજ્યો અને દેશોનું ધ્યાન ખેંચ્યું છે. ગુજરાત પુસ્તકાલય પ્રેરિત ‘સાહિત્ય સૃષ્ટિ\\\'ના ઉપક્રમે યોજાયેલા પ્રવૃત્તિ વિશેના જાહેર વાર્તાલાપમાં ડૉ. કૌશિક શાહે જણાવ્યું હતું કે, તેમ આદિવાસી અને બીજા વિસ્તારોમાં પુસ્તકાલય, કલાઓ વિષયક અલગ પુસ્તકાલય, શિક્ષણ પ્રજા પાસેથી નિઃશુલ્ક અનુદાન, શ્રેષ્ઠ પુસ્તકાલયોને એવોર્ડ, અલભ્ય જૂના પુસ્તકોનું ડિજિટલાઇઝેશન વગેરે બાબતોમાં ગુજરાત રાજ્ય હંમેશા મોખરે રહ્યું એમાં પણ વડોદરાનું વધુ યોગદાન રહ્યું છે. તેથી આગામી સમયમાં વડોદરામાં સ્ટુડન્ટ્સ માટે ~ 6 કરોડના ખર્ચે રીડીંગરૂમ બાંધવાનો વિચાર પણ છે.

અન્ય સમાચારો પણ છે...