તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગોવાથી વડોદરા લવાતા ~ 33.64 લાખના દારુ સાથે એકની ધરપકડ

ગોવાથી વડોદરા લવાતા ~ 33.64 લાખના દારુ સાથે એકની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાચનાટુકડાઓની નીચે દારુનો જથ્થો છુપાવીને જઇ રહેલા ટ્રક ચાલકને વડોદરા રેંજના આર.આર.સેલ દ્વારા ડેસર વાલાવાવ ચોકડી પાસેથી ઝડપી લેવાયો હતો. ટ્રકમાં 33.64 લાખની કિંમતનો દારુનો જથ્થો છુપાવામાં આવ્યો હતો. દારુ ગોવાના મનિષ નામના શખ્સે ટ્રકમાં ભરીને વડોદરા મોકલ્યો હોવાની વિગતો પોલીસને જાણવા મળી હતી. કયા બુટલેગરે દારુનો જથ્થો મંગાવ્યો હતો, તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી હતી.

વડોદરા રેન્જના આર.આર સેલને વિદેશી દારુનો જથ્થો ભરેલી રાજસ્થાન પાસિંગની ટ્રક ડેસર તાલુકાના વાલાવાવ ચોકડી પાસેથી પસાર થવાની છે તેવી માહિતી મળી હતી. માહિતીના આધારે આર.આર.સેલના પી.એસ.આઇ. આર.એમ. પરમાર સહિતના સ્ટાફ અને ડેસર પોલીસે વાલાવાવ ચોકડી પાસે મંગળવાર મધરાતથી વોચ ગોઠવી હતી. દરમિયાન બુધવારે મળસ્કે 4 વાગ્યાના સુમારે સાવલી તરફથી ડેસર તરફ આવી રહેલી ટ્રકને રોકી હતી. ટ્રકમાં તપાસ કરતાં ટ્રકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાં તાડપત્રી ખોલીને તપાસ કરવામાં આવતા કાચના ટુકડાઓ મળી આવ્યા હતા. પોલીસે કાચના ટુકડા હટાવીને સઘન ચકાસણી કરતાં તેની નીચેથી દારુની પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક પુરણસિંહ ઇન્દ્રસિંહ ચુડાવત (રહે. સવિણાખેડા, રાજસ્થાન)ની દારુ સાથે ધરપકડ કરી હતી.પોલીસે રૂા.33,64,800 ની કિંમતનો વિદેશી દારુ સાથે રૂા.43,64,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દારુનો જથ્થો ગોવાના મનિષ નામના શખ્સે ટ્રકમાં ભર્યો હોવાની માહિતી બહાર આવી હતી. દારુનો જથ્થો વડોદરામાં કયા બુટલેગરે મંગાવ્યો હતો, તેની તપાસ પોલીસે શરુ કરી હતી.

આર.આર.સેલ દ્વારા વાલાવાવ ચોકડી પાસે દારુ ભરેલો ટ્રક ઝડપી લેવાયો

સાવલી ખાખરીયા રોડ પાસે વધુ ~4.74 લાખનો દારૂ ઝડપાયો

સાવલીપોલીસ ખાખરીયા રોડ ઉપર પેટ્રોલીંગ કરી રહી હતી,ત્યારે પસાર થઇ રહેલી એક બોલેરો જીપને રોકી તપાસ કરતા જીપમાંથી રૂા.4,74,300ની કિંમતનો વિદેશી દારુ મળી આવ્યો હતો. પોલીસે બોલેરો જીપ ચાલકની અટકાયત કરી પૂછપરછ કરતા જીપ ચાલકે તેનું નામ જેઠી તેજાભાઇ રબારી (રહે. લવારા, તા. ધનોરા, જિ. બનાસકાંઠા) જણાવ્યું હતું. પોલીસે બોલેરો જીપ મળી રૂા.7.76,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગોવાના મનિષ નામના શખ્સે ટ્રકમાં ભર્યો હોવાની માહિતી બહાર આવી

અન્ય સમાચારો પણ છે...