તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બેંક અધિકારી બે યુવતીઓ સાથે રહેતા હોવાની ફરિયાદ

બેંક અધિકારી બે યુવતીઓ સાથે રહેતા હોવાની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલાઈઝડબેંકના ઉચ્ચઅધિકારી બે યુવતીઓ સાથે રહેતા હોવાની સાળાએ ગોત્રી પોલીસને જાણ કરતાં બેંક આલમમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે જણાવ્યું હતું કે અમને મોેખીક ફરીયાદ મ‌ળી છે, લેખીત ફરીયાદ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

કિસ્સાની વિગતો એવી છે કે ‘એક નેશનલાઈઝડ બેંકના ઉચ્ચ અધિકારીએ પત્નીને પિયરમાં રવાના કરી હાલ બે યુવતીઓ સાથે રહેતા હોવાનો આરોપ તેમના સાળાએ કર્યો છે. સાળાએ જણાવ્યું હતું કે ‘છેલ્લા પાંચ વરસથી બનેવી અને બેન વચ્ચે વિવાદ ચાલે છે. જેના કારણે બેન પિયરમાં રહે છે. વડોદરા બનેવીના ઘેર જાય છે ત્યારે યેનકેન પ્રકારે તકરાર કરીને બેનને ઘર છોડવા મજબુર કરે છે. તે લાજવાને બદલે હવે વધુ ગાજી રહયા છે.

પત્નીને પિયર મોકલી તેઓ હાલ બે યુવતીઓ સાથે ઘરમાં રહે છે એટલુ નહી બે પૈકી એક તો સગીર હોવાનું અમને જાણવા મળ્યું છે.આ સંબંધમાં પોલીસને જાણ કરી તપાસ કરવા કહયું છે.

પાંચ વરસથી બનેવી અને બેન વચ્ચે વિવાદ

સાળાએ પોલીસને રજૂઆત કરતાં ખળભળાટ

અન્ય સમાચારો પણ છે...