તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એક યુવતી સાથે પ્રેમ સંબંધ માટે દબાણ કરતો હતો

એક યુવતી સાથે પ્રેમ સંબંધ માટે દબાણ કરતો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસિડ એટેકમાં સંડોવાયેલો સન્ની માળી પાસા હેઠળ જેલમાં

ટ્રાફિક બ્રિગેડ મહિલા પર એસિડ એટેકમાં સંડોવણી

યુવતીઓપર એસિડ એટેક કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા કુખ્યાત સન્ની માળીને પાસા હેઠળ ધરપકડ કરી ભૂજ જેલમાં ધકેલી દેવાયો હતો. સન્ની માળી ટ્રાફિક બ્રિગેડની મહિલા કર્મચારી પર થયેલા એસિડ એટેકમાં મદદગારીમાં અને એક સગીરાને પ્રેમસબંધ રાખવાનું દબાણ કરી એસિડ એટેક કરવાની ધમકી પણ આપી હતી.

નવાપુરા પોલીસ મથકમાં સગીરાના પિતાએ સન્ની રમેશ માળી સામે ફરિયાદ નોંધાવી હતી. સગીરા સાથે પ્રેમસબંધ રાખવાનું દબાણ કરીને સન્નીએ સગીરાને વારંવાર એસિડ એટેકની ધમકી આપી હતી. ઉપરાંત ટ્રાફિક બ્રિગેડની મહિલા કર્મચારી પર થયેલા એસિડ એટેકના ગુનોમાંં પણ સન્ની માળીએ મદદગારી કરી હોવાનું બહાર આવ્યું હતું. સન્ની માળીની પોલીસે કેસમાં ધરપકડ પણ કરી હતી. ડીસીપી હિતેશ જોઇસર અને એસીપી પ્રદીપસિંહ જાડેજાએ સન્ની માળી સામે અટકાયતી પગલાં ભરવાની સુચના અપાતા નવાપુરા પોલીસે સન્ની માળી સામે પાસાની દરખાસ્ત કરીને પોલીસ કમિશ્નર સમક્ષ મોકલતા ભૂજ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...