તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લારી ગલ્લા નહીં ઉઠાવવા હાઈકોર્ટનો મૌખિક આદેશ

લારી-ગલ્લા નહીં ઉઠાવવા હાઈકોર્ટનો મૌખિક આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપ્રિમકોર્ટના આદેશ અને કેન્દ્ર સરકારની સ્ટ્રીટ વેન્ડર પોલીસી-2014 નો અમલ નહીં કરી વડોદરા મહાનગર પાલિકા દ્વારા લારી-ગલ્લા ઉઠાવી તેનો દંડ વસુલ કરાતો હતો. જેથી અંગે વડોદરા મહાનગર પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને મયંક રાવ દ્વારા હાઇકોર્ટમાં પી.આઇ.એલ.દાખલ કરાઇ હતી. પી.આઇ.એલ.ની બુધવારે સુનાવણી હાથ ધરી ન્યાયાધીશ દ્વારા મહાનગર પાલિકાને સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ ના થાય ત્યાં સુધી શહેરમાંથી લારી-ગલ્લા નહીં ઉઠાવવા અને જપ્ત કરેલી લારી� તાત્કાલિક છોડવાનો મૌખિક આદેશ કરાયો છે.

વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા લારી-ગલ્લા અને પથારા ઉઠાવી લેવામાં આવે છે. લારી-ગલ્લા છોડવા નહીં અને લારી-ગલ્લા તોડી નાંખવાનું અમાનુષી વર્તન કરવાની પદ્ધતિ છેલ્લા 8 મહિનાથી મહાનગર પાલિકાના સત્તાધીશોએ અપનાવી છે. જેથી લારી-ગલ્લા દ્વારા પેટિયું રળતાં ગરીબોની રોજીરોટી છીનવાઇ ગઇ હતી. મુદ્દે ચીફ જસ્ટીસ આર.સુભાષ રેડ્ડી અને વિપુલ પંચોલીની કોર્ટમાં પી.આઇ.એલ.દાખલ કરાઇ હતી. પી.આઇ.એલ.નું હિયરિંગ બુધવારે હાથ ધરાતાં ન્યાયાધીશે યુ.પી.એ.સરકારે બનાવેલા કાયદા અને સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ નહીં થયેલું કામ કરવા જણાવ્યું હતું. ઉપરાંત સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ ના થાય ત્યાં સુધી જપ્ત કરેલી લારી� છોડવાનો મૌખિક આદેશ કર્યો હતો.

જપ્ત કરેલી લારી�ઓ તાત્કાલિક છોડવાનો આદેશ કર્યો

હોકર ઝોન નીતિ પ્રમાણે યોગ્ય લાભ આપવા આદેશ

અન્ય સમાચારો પણ છે...