તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુ.જી.એસે ઓડિટ રિપોર્ટ માગતાં આયોજકો સલવાયા

યુ.જી.એસે ઓડિટ રિપોર્ટ માગતાં આયોજકો સલવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

ફેકલ્ટીઓફ ટેક્નોલોજી એન્ડ એન્જીનિયરીંગ ખાતે વર્ષોથી યોજાતી પરામર્શ, ફૂટપ્રિન્ટ્સ તથા પ્રેરણા નામની ઇવેન્ટ્સ બાબતે વિવિધ પ્રકારની માહિતી માંગતો પત્ર યુનિ. જી.એસ હિતેશ બત્રા દ્વારા ફેકલ્ટીના ડિનને લખવામાં આવ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે ઉજવાતી ત્રણેય ઇવેન્ટ્સના હિસાબો, નાણાંકીય વહિવટ તથા અન્ય તમામ વ્યવહારો અંગે પ્રથમ વખત માહિતી પુછાતા આયોજકોમાં દોડધામ થવા પામી છે.

યુ.જી.એસ હિતેશ બત્રા દ્વારા ફૂટપ્રિંટ, પરામર્શ તથા પ્રેરણા ઇવેન્ટ્સ બાબતે તેની ભલામણો, બંધારણ કે કોઇપણ ફ્રેમવર્ક કરવામાં આવ્યું હોય તો તેની વિગતો, કયા વર્ષથી ઇવેન્ટ્સ યોજવામાં આવે છે, ઇવેન્ટ યોજવા કયા નામના એકાઉન્ટમાં ફંડ લવાય છે, ફંડીંગ એજન્સીઓને ફેકલ્ટી દ્વારા અપાતા ટેક્સ એક્ઝામ્પશન સર્ટિફીકેટ તથા અપાતી રિસીપ્ટની વિગતો, ઇવેન્ટ્સના ખર્ચાઓને પહોંચી વળવા કઇ સાઇનીંગ ઓથોરીટી દ્વારા તમામ નાણાંકીય વ્યવહારો કરવામાં આવે છે તેની વિગતો, જણાવવા અરજી કરવામાં આવી છે.

આઠ થી નવ લાખનો ભ્રષ્ટાચાર થાય છે

10થી વધુ વર્ષોથી યોજાતી ત્રણેય ઇવેન્ટ્સ પ્રેરણા, ફૂટપ્રિંટ્સ તથા પરામર્શમાં લાખો રૂપિયાનો ખર્ચ છે. ઇવેન્ટ્સની વેબસાઇટ પર પણ યુનિ. કે ફેકલ્ટીના કોઇ અધ્યાપક અથવા સભ્યનું નામ હોતું નથી. દેખીતી રીતે તમામ વ્યવહાર પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. ઇવેન્ટ્સમાં દર વર્ષે 8થી 9 લાખ રૂપિયાની ગેરરીતી આચરવામાં આવે છે. સત્યથી વાકેફ થવા અમે તમામ માહિતીઓ ફેકલ્ટીના ડીન પાસેથી માંગી છે.

સ્ટુડન્ટ્સનું આયોજન

^ઇવેન્ટ્સનુંઆયોજન ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કરે છે. ફેકલ્ટી અથવા ફેકલ્ટીના શિક્ષકોનું ઇવેન્ટ્સમાં કોઇ પદાર્પણ હોતું નથી. બાબતે કરવામાં આવેલા આક્ષેપો પ્રમાણે અહીં કોઇ પ્રક્રિયા ફેકલ્ટી કે શિક્ષકો અથવા સ્ટાફ દ્વારા કરવામાં આવતી નથી.> પ્રો.બી.એસ.ચક્રવર્તી, સ્ટુડન્ટ્સડિન

પ્રથમ વાર માહિતી પુછાતા આયોજકોમાં દોડધામ

ટેક્નો.ની ઇવેન્ટ્સમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...