તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગુમ થયેલો ધો.10નો છાત્ર વડોદરા પરત ફર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુમ થયેલો ધો.10નો છાત્ર વડોદરા પરત ફર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેગંજનીહિલ મોમોરિયલ હાઇસ્કૂલનો ધો. 10નો વિદ્યાર્થી બુધવારે મેથોડિસ્ટ બોયઝ હોસ્ટેલમાંથી રહસ્યમય રીતે ગુમ થઇ ગયા બાદ તે સુરત રહેતી તેની ફોઇના ઘેર પહોંચી ગયો હતો. જો કે શુક્રવારે તેને વડોદરા પરત લવાયો હતો. સ્કૂલમાંથી ઠપકો અપાતાં વિદ્યાર્થી હોસ્ટેલમાંથી જતો રહ્યો હતો. જો કે સમાધાન થતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનો 15 વર્ષીય પાર્થ દિલીપભાઇ ચૌધરી ધોરણ 10 માં અભ્યાસ કરે છે. વિદ્યાર્થી ધો. 6 થી હાઇસ્કૂલ સ્થિત મેથોડિસ્ટ બોયઝ હોસ્ટેલમાં રહેતો હતો. બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન હાજર હતો.પાર્થના કોઇ સગડ મળતાં સુપરિન્ટેન્ડેન્ટે પાર્થનાં માસી સાથે સયાજીગંજ પોલીસ મથકમાં પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો