તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અકોટામાં નિદ્રાધીન સિનિયર સિટિઝન પર હુમલો કરી 45,000ની મતાની લૂંટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકોટામાં નિદ્રાધીન સિનિયર સિટિઝન પર હુમલો કરી 45,000ની મતાની લૂંટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાઅકોટા વિસ્તારમાં સપ્તગિરિ સોસાયટીમાં ત્રાટકેલા લૂંટારા એક 85 વરસના સિનિયર સિટિઝન પર હુમલો કરી 45 હજારની મતા લઈ ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો પણ ત્રણેવ લૂંટારાની કોઈ ભાળ મળી હતી.આ પ્રકરણમાં પોલીસે ઘનિષ્ટ તપાસ હાથ ધરી છે.

જે.પી.રોડ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ‘અકોટા વિસ્તારમાં આઈ-32,સપ્તગિરિ સોસાયટીમાં રહેતા લલિતચંદ્ર નટવરલાલ શાહ (ઉ.વ.85) ગઈ રાત્રે 10-30 વાગે જમી પરવારી સૂઈ ગયા હતા.મળસકે આશરે 3-30 વાગે મકાનના રસોડાનું બારણું તોડી ત્રણ લૂંટારા ઘરમાં ધસ્યા હતા. તે સમયે લલિતશાહ ભર ઊંઘમાં હતા.તેઓ પથારીમાંથી ઊભા થાય તે પહેલાં લૂંટારાઓએ તેમના પર ગોદડું નાંખી દીધું હતું.આ પછી એક લૂંટારાએ ઘરમાં મૂકેલો પાયો માર્યો હતો.એક લૂંટારો તેમને પકડીને બેસી રહ્યો હતો અને અન્ય બે લૂંટારાઓને માલમતા ક્યાંથી અને કેવી રીતે ઉઠાવવી તેની સૂચના આપતો હતો.લૂંટારા જતા રહ્યા બાદ લલિત શાહે નજીકમાં રહેતી પુત્રી દીપિકાબેનને જાણ કરી હતી.પોલીસને જાણ કરાતા તપાસ હાથ ધરી હતી.

રસોડાનું બારણું તોડી ઘૂસ્યા : વૃદ્વ પર ગોદડંુ નાખી દીધા બાદ પકડી રાખ્યા

સપ્તગિરિ સોસાયટીના મકાનમાં મળસકે લૂંટારુ િત્રપુટી ત્રાટકી

50 મકાનો વચ્ચે માત્ર એક ચોકીદાર

જે.પી.રોડ પોલીસે જણાવ્યું હતું કે‘ડોગસ્કવોડ ઘરની પાછળ જઈ નદીની ઝાડીઓસુધી ગયું હતું.પરંતુ તે રોડ પર જઈ અટકી ગયું હતું.ઘરમાં રસોઈ અને સફાઈ કામ માટે આવતી બંને બાઈઓની પુછપરછ કરવામાં આવી હતી.

બુકાનીધારી લૂંટારા મરાઠીભાષી હતા

ડોગ સ્કવોડ રોડ પર જઈ અટકી ગઈ

અકોટા વિસ્તારમાં સપ્તગીરી સોસાયટીમાં પચાસ કરતાં વધારે મકાનો હોવા છતાં માત્ર એક ચોકીદાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.એક વોચમેન ચાર થી પાંચ લાઈ્ન ધરાવતી સોસાયટીમાં બધા મકાન પર કેવી રીતે નજર રાખી શકે?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો