તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આણંદના પૂર્વ કાઉ.ની હત્યામાં હરજાણી સહિત 15 જણ નિર્દોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદના પૂર્વ કાઉ.ની હત્યામાં હરજાણી સહિત 15 જણ નિર્દોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનાપૂર્વ કાઉન્સિલર અલ્પેશ પટેલ ઉર્ફે ચાકાની હત્યા કેસમાં સંડોવાયેલા વડોદરાના કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણી સહિત 15 આરોપીને શુક્રવારે આણંદ જિલ્લા કોર્ટે પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. જેના પગલે આરોપીઓના સગા-સંબંધીઓમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. નોંધનીય છે કે, મુકેશ હરજાણી વિરૂદ્ધ અગાઉ ખંડણી, અપહરણ જેવા અનેક ગુનાઓ નોંધાયા હોય હાલમાં તે જેલમાં હતો. જેના પગલે કેસની સુનાવણી વિડિયો કોન્ફરન્સથી કરાઈ હતી.

આણંદના તત્કાલીન કાઉન્સિલર અલ્પેશ પટેલ 2009માં મે માસમાં આણંદના બળિયાદેવ ચાર રસ્તા સ્થિત બી.એસ. ચેમ્બર્સની બહાર ખુરશી નાખીને બેઠા હતા ત્યારે સમયે બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવી ચઢ્યા હતા અને તેમણે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કર્યું હતું. બનાવમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવની તપાસ પ્રથમ આણંદ શહેર પોલીસ સ્ટેશને કર્યા બાદ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. જેમાં હત્યા કરનારનાથી લઈ સમગ્ર ષડયંત્ર રચનારા 15 શખ્સોના નામ ખુલ્યા હતા. વડોદરાનો મુકેશ હરજાણી ઉપરાંત અન્ય 15 આરોપીની ધરપકડ કરાઈ હતી.

103 સાક્ષી તેમજ 98 દસ્તાવેજી પુરાવા તપાસાયા હતા

અલ્પેશ પટેલ પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો