તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • યુનિ.ના એસ.ડી. હોલમાં 4 છાત્રા ડેન્ગ્યૂનો શિકાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.ના એસ.ડી. હોલમાં 4 છાત્રા ડેન્ગ્યૂનો શિકાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનીગર્લ્સ હોસ્ટેલના એસ.ડી.હોલમાં મચ્છરોના ભારે ઉપદ્ગવના પગલે 4 જેટલી વિદ્યાર્થિનીઓ ડેન્ગ્યુનો ભોગ બની હોવાનું તેમજ ચારેય હાલમાં હોસ્પિટલમાં સારવાર કરાવતી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. તો બીજીબાજુ એસ.ડી.હોલના વોર્ડન દ્વારા સબ સલામતનું રટણ કરવામાં આવતાં વિદ્યાર્થી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલ એસ.ડી.હોલમાં 600થી વધુ વિદ્યાર્થિનીઓ રહે છે. હોસ્ટેલમાં લો ફેકલ્ટી અને આર્ટ્સ ફેકલ્ટીમાં ભણતી સૌથી વધુ વિદ્યાર્થીઓ રહે છે. વરસાદી સિઝન શરૂ થતાં એસ.ડી.હોલમાં છેલ્લા કેટલાય સમયથી મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. મચ્છરોના ત્રાસ વચ્ચે વિદ્યાર્થિનીને રહેવું પડે છે. મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે વારંવાર ફોગીંગ કરવામાં આવે છે, છતાં પણ મચ્છરોનો ઉપદ્રવ ઓછો થતો નથી. પરિણામે એસ.ડી.હોલમાં રહેતી ઘણી વિદ્યાર્થિની બિમાર પડી છે. જેમાં ચાર વિદ્યાર્થિનીઓ તો ડેન્ગ્યુનો શિકાર બની છે. તમામ વિદ્યાર્થિનીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહી હોવાની વિગતો પ્રકાશમાં આવતાં યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની અને તેમના વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

વારંવાર ફોગિંગ કરવામાં આવે છે

^ત્રણવિદ્યાર્થિનીઓ ડેંગ્યુનો શિકાર બની હતી. તેમને સમયસર સારવાર આપવામાં આવી હતી. ત્રણેય ખતરાની બહાર છે. બે વિદ્યાર્થિની તેમના માતા-પિતા અને ગેસ્ટ હાઉસમાં રહે છે. મચ્છરોના ઉપદ્રવ દૂર કરવા માટે ફોગીંગ કરવામાં આવે છે. હેલ્થ સેન્ટરની પણ મદદ લેેવામાં આવે છે. અમારા હોલમાં સ્થિતિ કન્ટ્રોલમાં છે. > રજનીગોકલાની, વોર્ડન,એસ.ડી.હોલ.

હોલના વોર્ડન સબ સલામતની રેકર્ડ વગાડે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો