તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ફ્રા રિપોર્ટર| વડોદરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રા રિપોર્ટર| વડોદરા

શહેરનાજુદા જુદા વિસ્તારમાં રૂા.8 કરોડના ખર્ચે વરસાદી ગટર બનાવવા માટે ચાર પૈકી ત્રણ ઝોનમાં કોન્ટ્રાકટરોની રિંગ બની હોવાનો ભાંડો ફૂટતાં સ્થાયી સમિતિએ માત્ર એક ઝોનનું ટેન્ડર મંજૂર કરવાનો નિર્ણય કર્યો હતો.

શહેરના ચાર ઝોન માટે વાર્ષિક ઇજારાથી વરસાદી ગટર બનાવવા માટે ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યાં હતાં.વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થઇ શકે તે માટે વર્ષ 2016-17 માટે રૂા.2 કરોડની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે અને તે મુજબ જુદાં જુદાં ટેન્ડર આવ્યાં હતાં. જેમાં, વરસાદી ગટર બનાવવા પૂર્વ,ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં કોન્ટ્રાકટરોની રિંગ બની હોવાનો મામલો સપાટી પર આવ્યો હતો અને તેની સ્થાયીની બેઠકમાં ચર્ચા કરીને ત્રણેય ઝોનનાં ટેન્ડર મંજૂર કરવાની દરખાસ્ત અનિર્ણિત રાખી હતી. એકમાત્ર દક્ષિણ ઝોનનું ટેન્ડર કે જે ખાતાના અંદાજ કરતાં 42.76 ટકા ઓછા ભાવનું હતું તેને મંજૂરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો