તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વેદ ભારતીય સંસ્કૃતિના પ્રાણ અને અમૂલ્ય ધરોહર છે : ડૉ.ગાર્ગી પંડિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેદ ભારતીય સંસ્કૃતિના પ્રાણ અને અમૂલ્ય ધરોહર છે : ડૉ.ગાર્ગી પંડિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સહસ્રાબ્દિનાસર્વશ્રેષ્ઠ ધર્માધિકારી બ્રહ્મલીન પૂ.ગુરુદેવ ચંદ્રશેખર પંડિતજી દ્વારા સ્થાપિત સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટના ઉપક્રમે વ્યાસપૂર્ણિમા પ‌ર્વની પરંપરાગત ઉજવણી કરાઇ હતી. વ્યાસપૂર્ણિમા પ્રસંગે કેનોપનિષદ ના પ્રથમ મંત્ર પર સત્સંગ પ્રવચન કરતાં ડૉ.ગાર્ગી પંડિતે કહ્યું હતું કે, વેદ ભારતીય સંસ્કૃતિના પ્રાણ અને અમૂલ્ય ધરોહર છે. આપણે સમૃદ્ધ સંસ્કૃતિના સંવાહક બનીને કાર્ય કરવાનું છે.

સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટ દ્વારા વ્યાસપૂર્ણિમા પ્રસંગે યોજાયેલા ગુરુપૂજનના કાર્યક્રમમાં પંડિતજીના શિષ્યો દિનેશ પંડ્યા અને અમીશ શાહ દ્વારા બ્રહ્મલીન પૂ.ગુરુદેવ ચંદ્રશેખર પંડિતજીની પાદુકાનું વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન-અર્ચન કરાયું હતું. પ્રસંગે સંસ્થાની વેબસાઇટ તેમજ બ્રહ્મત્વ પુસ્તકનું વિમોચન ડૉ.ગાર્ગી પંડિતના હસ્તે કરાયું હતું. વ્યાસપૂર્ણિમા પ્રસંગે શ્રદ્ધાળુઓને સંબોધન કરતાં ડૉ.ગાર્ગી પંડિતે સમજાવ્યું હતું કે, વેદાંતના અધ્યયન માટે અધિકારી સાધક જોઇએ. જેમને ધર્મનું સાંગોપાંગ જ્ઞાન નથી મેળવ્યું તેની વેદાંતમાં ગતિ થતી નથી. ધર્મ પ્રજાને ધારણ કરે છે અને વેદનારાયણ ધર્મનું મૂળ છે. તેથી ભગવાન વેદવ્યાસ ભાગવતજીમાં લખે છે કે, વેદ-વિહિત છે, વેદને માન્ય છે તે ધર્મ અને વેદથી જે વિપરિત તેમજ વેદ સાથે વિરોધાભાસ છે તે અધર્મ છે. ઉપનિષદ, ભગવદગીતા અને બ્રહ્મસૂત્ર ત્રણે સાધકને આત્મજ્ઞાન સુધી લઇ જાય છે.

ગુરુપૂર્ણિમાએ સંસ્થાની વેબસાઇટ તેમજ બ્રહ્મત્વ પુસ્તકનું વિમોચન કરાયું.

સ.વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટ દ્વારા વ્યાસપૂર્ણિમા ઉજવાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો