તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સિક્યુરિટી લૉકના કારણે દરવાજો નહીં તૂટતાં આખરે ધાડપાડુ ભાગ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિક્યુરિટી લૉકના કારણે દરવાજો નહીં તૂટતાં આખરે ધાડપાડુ ભાગ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડસરવિસ્તારમાં આવેલા રોયલ એકર બંગલોઝમાં મંગળવારે વહેલી સવારે ત્રાટકેલા ધાડપાડુઓએ એક તબીબના બંગલાને નિશાન બનાવીને બંગલામાં પ્રવેશવા મુખ્ય દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો પણ મુખ્ય દરવાજામાં સિક્યુરિટી લોક સિસ્ટમ હોવાથી 1 કલાક સુધી મથામણ કરવા છતાં દરવાજો તૂટતાં ધાડપાડુઓને આખરે ભાગવું પડ્યું હતું. સીસી ટીવી ફૂટેજમાં ત્રણ ધાડપાડુ ભાગતા જોવા મળ્યા હતા.

વડસર રોડ પર આવેલા રોયલ એકર બંગલોઝમાં રહેતા બાળરોગ નિષ્ણાત ડો.નીતીન અગ્રવાલના મકાનમાં ગત સોમવારે વહેલી સવારે 3.20 મિનિટે ત્રણ ધાડપાડુઓએ પ્રવેશ કર્યો હતો. મકાનમાં ઘૂસવા માટે શખ્સોએ મુખ્ય દરવાજાને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ધાડપાડુઓએ મુખ્ય દરવાજાનો નકૂચો અને કડી તોડ્યા બાદ પણ દરવાજો ખૂલતો હતો આથી ધાડપાડુઓએ દરવાજાને ખોલવાનો પ્રયાસ તેજ કર્યો હતો પણ દરવાજો ખૂલતો હતો.ડો.નીતીન અગ્રવાલે જણાવ્યું હતું કે દરવાજામાં સિક્યુરિટી સિસ્ટમ લગાવી હોવાથી દરવાજો ખૂલી શકતો હતો.દરવાજામાં પ્રકારની સિસ્ટમ લગાવેલી છે, તેની જાણકારી ધાડપાડુઓને હોવાથી તેમણે દરવાજો ખોલવાનો ભારે પ્રયાસ કર્યો હતો. જોકે દરવાજો ખૂલ્યો હતો. એક કલાક સુધી ધાડપાડુઓએ મહેનત કરી હતી પણ દરવાજો ખોલવામાં તેમને સફળતા મળી હતી. 1 કલાક બાદ 4.20 મિનિટે અવાજ થવાના કારણે ડો.અગ્રવાલનાં માતા જાગી ગયાં હતાં અને તેમણે પરિવારનાં અન્ય સભ્યોને જગાડતાં ધાડપાડુઓ ગભરાયા હતા અને દરવાજો તોડવાનું પડતું મૂમુકીને તુરત તેઓ ભાગ્યા હતા. ડો.અગ્રવાલના મકાનમાં સીસી ટીવી કેમેરા લગાવેલા નથી પરંતુ તેમના પાડોશી ડો. શ્રવણ જૈનના મકાનમાં સીસી ટીવી લગાવેલા હોવાથી ભાગી રહેલા ત્રણેય આરોપીઓ સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. સીસી ટીવી ફૂટેજમાં ત્રણ આરોપી ભાગી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. સિક્યુરિટી લોકના કારણે દરવાજો ખૂલી શક્યો હતો અને મોટી ઘટના થતી અટકી ગઇ હતી. જોકે બાબતે પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સિક્યુરિટી લૉક સિસ્ટમ હોવાથી તબીબ લુંટાતા બચી ગયા હતા.

મકાનમાં સિક્યુરિટી લોક સિસ્ટમ લગાવેલી હોવાની ધાડપાડુઓને જાણકારી ના હોવાથી તેમણે દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશવાનો પ્લાન બનાવ્યો હતો પણ 1 કલાક સુધી દરવાજો ખૂલી શક્યો હતો. જો દરવાજો ખોલવામાં ધાડપાડુઓ સફળ થયા હોત તોપણ સિક્યુરિટી સિસ્ટમના કારણે એલાર્મ વાગત તેમ ડો.અગ્રવાલે જણાવ્યું હતું.

દરવાજો ખૂલ્યો હોત તો પણ એલાર્મ વાગત

વડસરમાં તબીબના બંગલામાં ઘૂસવાની મહેનત માથે પડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો