એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા
મ.સ.યુનિવર્સિટીવિદ્યાર્થી સંઘની ચૂંટણી 5 ઓક્ટોબરે યાેજાશે એવી આશા સાથે સોમવારથી વિદ્યાર્થી સંગઠનો પોતાના સંભવિત ઉમેદવારોને પ્રોજેક્ટ કરવાનું શરૂ કરશે. ચૂંટણીની જાહેરાત કરવામાં થઇ રહેલા વિલંબના કારણે વિદ્યાર્થી સંગઠનો દ્વારા ચૂંટણીલક્ષી પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. જો કે કાયદાકીય ગૂંચના કારણે અને ગેરવર્તણૂક સામે ચૂંટણી રદ કરવાની સત્તાધીશોની જાહેરાતના પગલે હજુ પણ ચૂંટણી યોજાવા સંદર્ભે આશંકાઓ સેવાઇ રહી છે.
મ.સ.યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી 5 ઓક્ટોબરે યોજવા સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી છે. યુનિવર્સિટી સત્તાધીશોને સમિતિ દ્વારા રિપોર્ટ સુપરત પણ કરી દેવામાં આવ્યો છે તથા ચૂંટણીની તારીખ સંદર્ભે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ ટૂંક સમયમાં સહમતી આપે એવી શક્યતા છે. ચૂંટણી અંગે મામલો હાલ ગરમ થઈ ગયો છે.
ચૂંટણી રદ થવાનો ભય વિદ્યાર્થી આલમમાં યથાવત
ચૂંટણી અંગે હજુ વિદ્યાર્થી સંગઠનોે અવઢવમાં છે
5 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની સંગઠનોની ગણતરી