તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોતની ઘટનાની તપાસ કરાવવા CMનો આદેશ

મોતની ઘટનાની તપાસ કરાવવા CMનો આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરખપુરવાળી થાય માટે બીમાર બાળકને યુપીથી વડોદરા લાવ્યા તો SSGમાં ઓક્સિજનના અભાવે મોત

મૂળ ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના ભરગેન ગામના અને હાલ વડોદરામાં રહેતા નબીહસન પઠાણ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. તેમના 8 મહિનાના પુત્ર મેહરાનને લુડવીંગ એન્જાઇના (ગરદનની અંદરના ભાગે ઇન્ફેકશન)ની બીમારી હતી. ગત મંગળવારે મેહરાનને સયાજી હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગમાં પી.આઇ.સી.યુમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેજ દિવસથી તેણે વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યો હતો. શુક્રવારે વહેલી સવારે તેની એકાએક તબીયત લથડી હતી.

સેન્ટ્રલ ઓક્સિજન લાઇનના બદલે તેને સિલિન્ડરનો ઓક્સિજન આપવાની સ્થિતી સર્જાઇ હતી. મહેરાન સાથે હાજર માતા-પિતાએ તેની બગડતી હાલત જોઇને તુરત ફરજ પરના તબીબોને જાણ કરી હતી. જોકે, સમયસર ઓક્સિજન નહિ મળતાં તેનો શ્વાસ રૂંધાઇ ગયો હતો. પુત્રના મોતના પગલે પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે હોસ્પિટલ સ્ટાફ અને સત્તાધીશોની નિષ્કાળજીના કારણે મોત થયાનો આક્ષેપ કર્યો હતો.

આર.એમ.ઓ. બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે, મેહરાનના મોત અંગે પરિવારજનોનો આક્ષેપ ખોટો છે. યુ.પી.ના ગોરખપુરમાં ઓક્સિજનના અભાવને કારણે બનેલી ઘટના બાદ સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન બાબતે પુરતુ ધ્યાન અપાયું છે. પિડીયાટ્રીક વિભાગમાં સેન્ટ્રલ ઓક્સિજન લાઇન ચાલુ હતી. મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. રાજીવ દેવેશ્વરે કહ્યું હતું કે, ઓક્સિજનના અભાવે બાળકનું મોત થયું નથી.

બાળકનું મોત ઓક્સિજનના અભાવે નહીં પણ લુડવિંગ એન્જાઇનાના કારણે થયું હોવાનો તબીબોનો દાવો

બાળકની ટ્યૂબ બ્લોક થઈ ત્યારે ઓક્સિજનનો એક િસલિન્ડર ખાલી હતો અને બીજાની ચાવી લઈને સર્વન્ટ જતો રહ્યો હતો

ઓક્સિજન આપવામાં સમય વેડફયો હોવાના આક્ષેપ સાથે પરિવારજનોનો હોબાળો

બાળકને તબીબ દ્વારા પમ્પિંગ કરાયું પણ જીવ નબચ્યો.ગાર્ડ ચાવી લઇને જતો રહેતા બીજો સિલિન્ડર કામ લાગ્યો જેથી પરિવારજનોએ હોબાળો કર્યો હતો.

ઓક્સિજન થ્રુ આઉટ ચાલુ હતો, જેની પર અન્ય 13 દર્દીઓ હતા

સિલિન્ડર ચાલુ કરવામાં સમય જતાં પુત્રનું મોત થયું

^ 8 મહિનાના મેહરાનને લુડવીંગ એન્જાઇનાની બીમારી હતી.તેને વેન્ટીલેશન પર રખાયો હતો. નળી વાટે ઓક્સિજન અપાતો હતો. તેના ફેફસામાંથી સિક્રેશન થતાં નળી બ્લોક થઇ ગઇ હતી. ઓક્સિજન થ્રુ આઉટ ચાલું હતો, વોર્ડમાં અન્ય 13 દર્દીઓ ઓક્સિજન પર હતા, તેમાંથી એકેયને તકલીફ થઇ નથીે. બાળકનું લુડવીંગ એન્જાઇનાની બીમારીથી મોત થયું છે. > ડો.બકુલ જાવડેકર,હેડ,પેડિયાટ્રીક વિભાગ,એસએસજી

ઓક્સિજનના અભાવને કારણે પુત્ર મહેરાનનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મુકનાર પિતા નબીહસન પઠાણે જણાવ્યું હતું કે, ફરજ ઉપરના તબીબોએ તુરતજ વોર્ડની સિસ્ટર અને સર્વન્ટને સિલીન્ડર લાવવા માટે સૂચના આપી હતી. સિલીન્ડર લાવ્યા બાદ સિલીન્ડર ચાલુ કરવા માટે સિસ્ટર અને સર્વન્ટ વચ્ચે ચકમક ચાલતી હતી. જેમાં સિલીન્ડર ખોલવામાં સમય પસાર થઇ જતાં, મારા પુત્ર મેહરાનનું મોત નીપજ્યું છે.

સયાજી હોસ્પિટલના પિડિયાટ્રીક વોર્ડમાં 8 મહિનાના બાળકનું સમયસર ઓક્સિજન નહિ મળતાં મોત નીપજવાની ઘટના અંગે ગણેશ દર્શન માટે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે આની તપાસ કરાવાશે.બીજી તરફ ઘટનાના પગલે મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. રાજીવ દેવેશ્વરે 5 સભ્યોની કમિટીની રચના કરી છે. કમિટીને સમગ્ર કેસની તપાસ કરી ત્રણ દિવસમાં રિપોર્ટ આપવાની સૂચના આપી છે. અેડી.સુપ્રિટેન્ડન્ટ ડો. હેમંત માથુરની અધ્યક્ષતામાં નિમાયેલી કમિટિમાં એનેસ્થેસિયા ના વડા ડો. એમ.આર. ઉપાધ્યાય, મેડિસીનના એડિશનલ પ્રોફેસર એમ.સી. પરમાર, મેડિકો લીગલ એક્સપર્ટ ડો. બીજોયસિંહ રાઠોડ અને મેમ્બર સેક્રેટરી ડો. જાગૃતિ ચૌધરીની નિમણૂંક કરાઇ છે.

લુડવિંગ એન્જાઇના શું છે?

ગરદનના ભાગમાં જે ચામડી હોઇ તેની નીચે શ્વાસનળી, અન્નનળીમાં જે ઇન્ફેશન હોય એટલે સોજો ચઢે. તેના કારણે નળીઓ પર દબાણ આવે અને બ્લોક થઇ જાય એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે. જેથી ટ્યુબ નાખી વેન્ટીલેશન આપવું પડે. બીમારીમાં ઇન્ફેકશન અને રેસ્પીરેટરી સિસ્ટમ ફેઇલ થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...