• Gujarati News
  • National
  • શ્રીજીની સવારીમાં લાઇટ પડ્યાનો વિડીયો વાઇરલ થતાં ટોળા ઉમટ્યા

શ્રીજીની સવારીમાં લાઇટ પડ્યાનો વિડીયો વાઇરલ થતાં ટોળા ઉમટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પ્રતાપ મડઘાની પોળના શ્રીજીની સવારી ગુરુવારે રાતે નીકળી હતી. સવારીમાં મોટી સંખ્યામાં યુકો જોડાયા હતા. ડીજે સેટ સાથે સવારી આગળ વધી રહી હતી. ત્યારે પાણીગેટ આયુર્વેદિક ચાર રસ્તા પાસે સવારીમાં લાઇટ પડી જતાં એક યુવકને ઇજા પહોંચી હતી.

ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થતાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. લોકોના ટોળા સવારીમાં શું થયું તે જોવા ધસી આવ્યા હતા. દરમિયાન શ્રીજીી સવારી માંડવી રાજપરા પોળ પાસેથી પસાર થતી હતી. ત્યારે અચાનક અટકચાળુ કરાતા બે જૂથો સામ સામે આવી ગયા હતા. અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેને પગલે સવારીમાં જોડાયેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. લોકો મોટી સંખ્યામાં શ્રીજીની સવારીમાં હોવાથી અંધાધૂધી ફેલાતા સ્થિતિ વણસી હતી. બે જૂથો વચ્ચે થયેલા પથ્થરમારાને કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. અંગેની જાણ થતાં પોલીસ કાફલો માંડવી રોડ પર ખડકી દેવાયો હતો. પોલીસે બળ વાપરીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. માંડવી રોડ પર થયેલી નાસભાગને કારણે ટોળા વિખેરાઇ ગયા બાદ ઠેર ઠેર પગરખા પડેલા જોવા મળ્યા હતા.

પાણીગેટથી માંડવી રોડ પર થયેલી નાસભાગને પગલે પગરખાનો ખડકલો

અન્ય સમાચારો પણ છે...