• Gujarati News
  • National
  • આજે ઇન્દિરાબેટીજીનો જન્મોત્સવ ધામધૂમથી મનાવાશે સ્વરોત્સવમાં મનહર ઉધાસની ભજન સંધ્યા

આજે ઇન્દિરાબેટીજીનો જન્મોત્સવ ધામધૂમથી મનાવાશે સ્વરોત્સવમાં મનહર ઉધાસની ભજન સંધ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે ઇન્દિરાબેટીજીનો જન્મોત્સવ ધામધૂમથી મનાવાશે સ્વરોત્સવમાં મનહર ઉધાસની ભજન સંધ્યા

વડોદરા :વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા વ્રજધામ મંદિરના સંસ્થાપક વૈષ્ણવાચાર્યા પૂ.ઇન્દિરા બેટીજી(પૂ.જીજી)ના જન્મદિને આવતીકાલે શુક્રવાર તા.11 ઓગસ્ટે શ્રાવણી જન્મોત્સવ-સ્વરોત્સવનું આયોજન કરાયું છે. પૂ.જીજીના જન્મદિને વિશેષ સભા, ઓડિયો સીડીનું વિમોચન, શ્રીપ્રભુ સુખાર્થે સાવન ભાદો મનોરથ તેમજ જાણીતા ગાયક મનહર ઉધાસની ભજન-ગઝલ સંધ્યા યોજાનાર છે. વ્રજધામ સંકુલ પરિવાર અને વલ્લભ યૂથર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે પૂ.જીજીના જન્મદિન પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. અંગે માહિતી આપતાં વ્રજધામના ટ્રસ્ટી નયન ગાંધીએ જણાવ્યું હતું કે, પૂ.જીજી કવયિત્રી હોઇ તેમની Ÿ"ળખ શ્રાવણી ઉપનામથી થતી હતી. જેથી શ્રાવણી જન્મોત્સવ પ્રસંગે શુક્રવારે બપોરે 4 થી સાંજે 6 વાગ્યા સુધી શ્રી વલ્લભકુળ પરિવારના સાંનિધ્યમાં વિશેષ સભા યોજાશે. જ્યારે ગયા વર્ષે પૂ.જીજીના જન્મદિને યુવા વૈષ્ણ‌વાચાર્ય પૂ.વ્રજરાજકુમારજીના કંઠે સતત 6 કલાક સુધી ગવાયેલી અષ્ટાક્ષર મંત્રની અખંડ ધૂનની ઓડિયો સીડીનું વિમોચન પ્રસંગે કરાશે.

અન્ય સમાચારો પણ છે...