• Gujarati News
  • National
  • બુલેટ ટ્રેન માટે હાલના રેલવે ટ્રેકથી 36 મીટર જગ્યા જોઈશે

બુલેટ ટ્રેન માટે હાલના રેલવે ટ્રેકથી 36 મીટર જગ્યા જોઈશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા ખાતે આજે રેલવે મઝદૂર સંધના કાર્યક્રમમાં આવેલા પશ્ચિમ રેલવેના જી.એમ. એ.કે. ગુપ્તાએ રેલવે સ્ટેશન ખાતે સરવે કર્યો હતો. તેમની સાથે રેલવેના ડીઆરએમ અને અન્ય અધિકારી જોડાયા હતા. હાઇસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા રેલવે સ્ટેશન પાસેથી બુલેટ ટ્રેન પસાર થવાની છે, જે ટ્રેન માટે રેલવેની જગ્યામાં સ્ટેશન બનાવવામાં આવનાર છે.

સ્ટેશન બનાવવા રેલવે દ્વારા જગ્યા ફાળવવામાં આવશે. જેથી અત્રે સરવે કરવામાં આવ્યો હતો.રેલવેના જીએમ અને ટીમ દ્વારા આજે યાર્ડ , લગેજ વિસ્તાર સહિતની જગ્યા જોવામાં આવી હતી. રેલવે દ્વારા અંગે પ્લેટફોર્મ નંબર -6 પાસે જગ્યા ફાઇનલ થઇ છે. રેલવે સ્ટેશન પાસે કેટલીક રેલવેની માલિકીની જગ્યા કપાત જતી હોવાથી તે અંગે માર્કિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી વડોદરા વચ્ચે એલિવેટેડ ટ્રેક રહેશે .

સંપાદન હાઇ સ્પીડ કોર્પોરેશન કરશે

એલિવેટેડ ટ્રેક 18 મીટર ઊંચો રહેશે

રેલવે સૂત્રો મુજબ આજે અંદાજે 36 મીટર અને બે મીટર મેન્ટેનન્સ માટે એમ 38 મીટર જગ્યા માપી માર્કિંગ કરવામાં આવ્યું છે.તેમજ એલિવેટેડ ટ્રેક અંદાજે 18 મીટર ઉંચો રહેશે. જોકે પ્રોજેક્ટ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન કરતું હોવાથી આગામી જમીન સંપાદનની કામગીરી તેઓ દ્વારા કરવામાં આવશે. અંગે જી.એમ .દ્વારા કાંઇ કહેવાની ના પાડવામાં આવી હતી.

પ્લેટફોર્મ નં.6 પાસે સ્ટેશન બનશે : રેલવેની જગા પણ કપાતમાં જશે

વેસ્ટર્ન રેલવેના જી.એમ. અને ઇજનેરોની ટીમ દ્વારા ડિમાર્કેશન કરાયું

અન્ય સમાચારો પણ છે...