• Gujarati News
  • National
  • ગોત્રી સ્વામીનારાયણ મંિદરે ત્રીજીથી રામકથા

ગોત્રી સ્વામીનારાયણ મંિદરે ત્રીજીથી રામકથા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાગોત્રીમાં અંબીકાનગર ખાતે આવેલા ભયભંજન દેવ હનુમાનજી મંદીર ખાતે સારંગપુરમાં બીરાજમાન કષ્ટભંજનદેવના સ્વરૂપ બિરાજમાન બોઈ છેલ્લા 18 વર્ષથી ભક્તો દર્શનનો લાભ લે છે. સ્થળે આગામી તા.3થી 11 સુધી વ્યાસપીઠ પરથી પુ. શાંતીપ્રિયદાસજી (ડભાણવાળા)ના શ્રીમુખેથી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

મંદીરના કોઠારી સ્વામીના જણાવ્યા અનુસાર કથાનો સમય બપોરે 3 થી 6 અને રાત્રે 8 થી 11 રાખેલ છે. તા.3ને સાંજે 7.30 કલાકે સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીપતિ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ શોભાયાત્રામાં ઉપસ્થિત રહીને સુવર્ણ સિંહાસનનું ઉદઘાટન કરશે. કોઠારી સ્વામી હરીકૃષ્ણદાસજી મહારાજના જણાવ્યા અનુસાર તા.11મીને હનુમાન જયંતિના પર્વે મારૂતી યાગનું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી સ્વામી ઘમશ્યામપ્રકાશ દાસજીના જણાવ્યા અનુસાર ગરીબ ઘરની 200 જેટલી દત્તક લઈને ધો. 10 સુધી ફી વિના ભણાવવામાં આવે છે.

હાલમાં 250 દીકરીઓને શિક્ષણ અપાય છે. સ્વામિનારાયણ વિદ્યાલયમાં હાલમાં 1250 બાળકો અભ્યાસ કરે છે. રામકથામાં વડતાલ, જુનાગઢ, ધોલેરા, ભુજ સહિત અને સ્થળોએથી સંતો પધારીને પોતાનાં પ્રવચનો આપશે. કોઠારી સ્વામી દ્વારા ભક્યોને રામકથાનો લાભ લેવા જણાવ્યું છે.

હનુમાન જયંતીના પર્વે મારુતી યાગ

અન્ય સમાચારો પણ છે...