• Gujarati News
  • National
  • યુનિ.ના વિજિલન્સ સભ્યોની આંતરિક બદલીઓ કરાશે

યુનિ.ના વિજિલન્સ સભ્યોની આંતરિક બદલીઓ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનાએક જગ્યાએ વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા વિજિલન્સ તથા બાઉન્સરોની હવે દર બે મહિને વિવિધ ફેકલ્ટીઓમાં આંતરિક બદલીઓ કરવામાં આવશે. યુનિવર્સિટીમાં આવેલી 14 ફેકલ્ટીઓ, એક કોલેજમાં વિજિલન્સના જવાનો ફરજ બજાવતા હોય છે. છેલ્લા કેટલાય સમયથી એકની એક જગ્યા પર વિજિલન્સના જવાનો ફરજ બજાવતા હોવાથી જે તે ફેકલ્ટીમાં જૂથવાદનું વાતાવરણ ઉભું થતું હોવાની ફરિયોદો ઉઠવા પામી હતી.

ઉપરાંત એક જગ્યાએ ફરજ બજાવતા જવાનોને અન્ય ફેકલ્ટીઓની પરિસ્થિતિ વિશે પણ જાણકારીનો અભાવ હોય છે. વર્ષોથી એક જગ્યાઓ પર ચીટકી રહેલા વિજિલન્સના જવાનોની સામે અન્ય જવાનોમાં છૂપો રોષ જોવા મળતો હતો. જેના કારણે પણ આંતરિક બદલીઓ રેગ્યુલર ધોરણે કરવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં યુનિ.માં 29 જેટલા વિજિલન્સના જવાનો ફરજ બજાવે છે અને 12 જેટલા બાઉન્સરો પણ ફરજ બજાવે છે.આ તમામ લોકોની આંતરિક બદલીઓ જુદી જુદી ફેકલ્ટીઓમાં કરાશે. જેના પગલે જૂથબંધીને નિવારી શકાય. જે તે ફેકલ્ટીમાં ફરજ બજાવતા વિજિલન્સના જવાનોને એક સપ્તાહ રાત્રી અને એક સપ્તાહ દિવસની ફરજ બજાવવી પડશે.

અન્ય સમાચારો પણ છે...