• Gujarati News
  • National
  • કેમિસ્ટ્રીનું પેપર તપાસવા 244 શિક્ષકો પૈકી માત્ર 130 હાજર

કેમિસ્ટ્રીનું પેપર તપાસવા 244 શિક્ષકો પૈકી માત્ર 130 હાજર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

પૂર્વવિસ્તારમાં આવેલી એક શાળામાં ચાલતા ધો.12 સાયન્સના કેમિસ્ટ્રીના મધ્યસ્થ મૂલ્યાંકન સેન્ટરમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના કુલ 244 શિક્ષકો પૈકી માત્ર 130 શિક્ષકો હાલમાં ઉત્તરવહીઓ તપાસી રહ્યા છે. જ્યારે પેપર તપાસવાના ઓર્ડર છતાં પણ 114 વિષય શિક્ષકો ગેરહાજર રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના કેમિસ્ટ્રીની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂર્વ વિસ્તારમાં શાળામાં શરૂ કરાઇ છે. જેમાં બોર્ડે ગુજરાતી માધ્યમના 174 વિષય શિક્ષકો તથા અંગ્રેજી માધ્યમના 95 શિક્ષકોને પેપરો તપાસવાનો ઓર્ડર કર્યો છે. જોકે બોર્ડના ઓર્ડરની સામે ગુજરાતી માધ્યમમાં 174 વિષય શિક્ષકો પૈકી માત્ર 95 કેમિસ્ટ્રીના શિક્ષકો હાજર થયા છે. રીતે અંગ્રેજી માધ્યમમાં કુલ 70 વિષય શિક્ષકો પૈકી માત્ર 35 કેમિસ્ટ્રીના શિક્ષકો પેપર તપાસી રહ્યા છે. મધ્યસ્થ મૂલ્યાંકન સેન્ટરમાં ગુજરાતીની 12900 તથા અંગ્રેજી માધ્યમની 5400 જેટલી ઉત્તરવહીઓ તપાસવામાં આવી રહી છે.

2 કલાકથી વધુ સમય પેપર ચેક કરનારને ઉત્તરવહી દીઠ ~8

ધો.12 સાયન્સના શિક્ષકોને બે કલાકથી વધુના સમય માટે એક ઉત્તરવહીદીઠ રૂપિયા 8 અપાય છે. જ્યારે 2 કલાક સુધી પેપર તપાસનારા શિક્ષકોને રૂપિયા 6 તથા 2 કલાકથી ઓછા સમયમાં ઉત્તરવહી તપાસનારને રૂપિયા 3નું મહેનતાણું અપાય છે. બોર્ડ દ્વારા એક ભૂલ પેટે શિક્ષકને 100નો દંડ વસૂલ કરાય છે.

પૂર્વ વિસ્તારમાં 12માંના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની દુર્દશા

71ને નોટિસ, અંગ્રેજી માધ્યમના 70 માંથી 35 હાજર

અન્ય સમાચારો પણ છે...