• Gujarati News
  • National
  • ગુરુ પ્રત્યે માન વધારશો તો તમામ સમસ્યાનું સમાધાન

ગુરુ પ્રત્યે માન વધારશો તો તમામ સમસ્યાનું સમાધાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુનિશ્રી પૂ.પ્રજ્ઞાસાગરજી મહારાજે બુધવારની સવારે તેમના સત્સંગ પ્રવચનમાં જૈન શ્રદ્ધાળુ્ઓને મુનિ પૂ.તરુણસાગરજી મહારાજનાં કડવે પ્રવચનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, મુનિશ્રી મંચ પરથી કડવે પ્રવચન હેઠળ શ્રદ્ધાળુઓને સંબોધન કરે છે તેનો મતલબ નથી કે, તેમની વાતો કડવી હોય છે. હકીકતમાં તેમનાં પ્રવચનો તો મીઠાં હોય છે. જે દિલો-દિમાગ સુધી ઉતરી જાય છે.

તેમણે ટાંક્યું હતું કે, આપ કી અદાલતના મંચ ઉપર પૂ.મુનિ તરુણસાગરજી મહારાજનું જવું અને કઠહરામાં સિંહાસન પર બેસવું બતાવે છે કે જેની ઉપર હકારાત્મક આરોપો હતા એટલે સિંહાસન મળ્યું. મુનિશ્રીએ આપ કી અદાલતમાં કહેલી વાત લાખો-કરોડો લોકોના મનની અદાલત સુધી પહોંચી ગઇ. એટલે તેમના પર આપ કી અદાલતમાં જવા અંગે થયેલા આરોપો વિચાર્યા વગરના હતા તે સાબિત થયું છે. પૂ.પ્રજ્ઞાસાગસજી મહારાજે વડોદરા આવતા સાધુ-સંતોની સેવા કરવા માટે ગુરુ આસ્થા પરિવારની રચના કરવાનું આહ્વાન કરતાં 65 પરિવારો તેમાં જોડાયા છે. પૂ.શ્રીએ ગુજરાતમાં તેમના 5 ચાતુર્માસ થયાનું જણાવી ગુજરાતમાં અંતિમ ચાતુર્માસ વડોદરામાં કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

દિગંબર જૈન મંદિરમાં પૂ.પ્રજ્ઞાસાગરજીનું સત્સંગ-પ્રવચન

શ્રદ્ધાળુઓને ગુરુ આસ્થા પરિવારની રચના કરવાનું આહ્વાન

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ પાશ્વનાથ જૈન દેરાસરમાં બુધવારે જૈનાચાર્ય પૂ.પ્રજ્ઞાસાગરજી મહારાજ સાહેબનું સત્સંગ પ્રવચન યોજાયું હતું.

અન્ય સમાચારો પણ છે...