• Gujarati News
  • National
  • નવસારીના વેપારી ખંડણી કેસમાં ભરૂચના NRIની ધરપકડ કરાઇ

નવસારીના વેપારી ખંડણી કેસમાં ભરૂચના NRIની ધરપકડ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના જાણીતા સિંધી સમાજના અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ પ્રેમચંદ લાલવાણી ઉપર 2જી જાન્યુ.એ મોબાઈલ પર રૂ. 1 કરોડની ખંડણી માગી હતી. જો તે નહીં આપે તો મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાબતે લાલવાણીએ નવસારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ એલસીબી પીઆઈ ડી.એન. પટેલને સોંપાઇ હતી. બાદ પણ લાલવાણી તથા તેમના ભાઈ શંકર લાલવાણી પાસે અઢી-અઢી કરોડની ખંડણીની માંગણી કરાઈ હતી. જેમાં ગેંગસ્ટર રવિ પુજારીનું નામ પણ બહાર આવ્યું હતું. જેમાં એલસીબીએ 6 આરોપીએ ઝડપી પાડ્યા હતા. ખંડણી પ્રકરણમાં પોલીસે ભરૂચના સઈદ મુસ્તાક પટેલ, નવસારીના યજ્ઞેશ મૈસુરીયા, યામીન યુસુફ પટેલની અટક કરી હતી. તે તમામની પૂછતાછમાં મોબાઈલ નંબરના આધારે અગાઉ પકડાયેલા આરોપી યજ્ઞેશ મૈસુરીયાએ આરોપી નઈમ સાદીક પટેલને ખંડણી માંગવા માટે પ્રેમચંદ લાલવાણીનો મોબાઈલ નંબર આપ્યો હતો. જોકે ગુનાનો મુખ્ય આરોપી નઈમ સાદીક પટેલ ભરૂચનો હોવાનું હાલ તે આફ્રિકાના એવન્યુ હાઉટનમાંે રહેતો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે વડોદરા નજીક વલણ ગામ હોટલની બાજુમાં હોવાનું માલુમ પડતા પોલીસે ત્યાં તપાસ કરી હતી. જોકે તે આફ્રિકા હોવાથી મળ્યો હતો. હાલમાં તે સ્વદેશ પરત થતા એલસીબી પોઇ પટેલ તથા ટીમે આરક સિસોદ્રા પાટીયા પાસેથી નઈમને ઝડપી પાડી અટક કરી હતી.

આફ્રિકાથી પરત ફરતાં આરક સિસોદ્રા પાસેથી દબોચી લેવાયો

જાણીતા ઉદ્યોગપતિ પાસેથી ~1 કરોડની ખંડણી માગી હતી

અન્ય સમાચારો પણ છે...