• Gujarati News
  • National
  • 6 એપ્રિલે નવચંડી અને ભંડારો યોજાશે

6 એપ્રિલે નવચંડી અને ભંડારો યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાલીગામના બાયપાસ ચોકડી પાસે આવેલા 300 વર્ષ જૂના પીપળવાળી વાવ મંદિર ખાતે બિરાજમાન શિકોતર માતાની ચૈત્રી નવરાત્રિમાં માઇ ભક્તો દ્વારા ભક્તિભાવથી આરાધના કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ચૈત્રી નવરાત્રિમાં ગરબા થતું હોય તેવું એક માત્ર વાવ મંદિર છે. જ્યાં ચૈત્રી નવરાત્રિના દિવસોમાં રોજ રાત્રે અંદાજે 2000 માઇભક્તો ગરબે ઘૂમે છે.

તરસાલી ગામના સીમાડે ચારીવગામાં પીપળવાળી વાવ આવેલી છે. લોકવાયકા મુજબ 300 વર્ષ પહેલાં સ્થળે વણઝારા પરિવારોને ગામના સરપંચ દ્વારા આશરો આપવામાં આવ્યો હતો. વણઝારા પરિવારોએ રાતોરાત પાણી માટે વાવનું નિર્માણ કર્યું હતું. પીપળાનું વૃક્ષ સ્થળે હોવાથી પીપળવાળી વાવ તરીકે તેની ઓળખ થવા લાગી હતી. સમય જતાં સ્થળે મંદિરનું નિર્માણ કરાવી શિકોતર માતાજીની સ્થાપના કરાવાઇ હતી. ઉપરાંત કાળભૈરવ અને ગોગા મહારાજ(રાફડો)નું સ્થાનક સ્થળે આવેલું છે.

તરસાલીના વહેરાઇ માતા યુવક મંડળ તેમજ મારૂતિ મંડળ અને તરસાલી ગામ દ્વારા 300 વર્ષ જૂની વાવનો જીર્ણોદ્ધાર કરાવાયો હતો. મારૂતિ મંડળ દ્વારા પીપળવાળી વાવ મંદિર ખાતે ચૈત્ર અને આસો નવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી થાય છે. હાલ ચૈત્ર નવરાત્રિના નવ દિવસ રોજ રાતે ગરબા યોજાય છે.

મારૂતિ મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિના સમાપન બાદ તા.6 એપ્રિલે નવચંડી, ગંગાપૂજનનું આયોજન કરાયું છે. ઉપરાંત દિવસે બાળકો માટે ડાન્સ પ્રોગ્રામ તેમજ 25 હજાર ભક્તોનો ભંડારો યોજાશે.

નવ દિવસ સુધી દરરોજ 2000 માઇ ભકતો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે

300 વર્ષ જૂના મંદિરે ચૈત્રી નવરાત્રિમાં ગરબાની પરંપરા

તરસાલી ખાતે આવેલ પીપળવાળી વાવ મંદિર.

અન્ય સમાચારો પણ છે...