• Gujarati News
  • National
  • ચૂંટણી ઇફેકટ : ગુજરાતને 2 નવી ટ્રેનની ફાળવણી કરાઇ

ચૂંટણી ઇફેકટ : ગુજરાતને 2 નવી ટ્રેનની ફાળવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના સાંસદોના પ્રતિનિધિ મંડળે મંગળવારે કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભૂને મળી ગુજરાતને નવી ટ્રેન આપવા માટે રજુઆત કરી હતી. જે અંગે તુરંત મંજૂરી આપવામાં આવી હોવાનું સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું. ભાજપ સરકાર દ્વારા રેલ બજેટને સામાન્ય બજેટ સાથે ભેળવી દેવામાં આવતાં વર્ષે રેલ બજેટમાં કોઇ નવી ટ્રેનની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે એપ્રિલથી સુરતથી મહુવા માટે અઠવાડિયામાં ત્રણ દિવસ ટ્રેન ચાલશે.જે ટ્રેન રાત્રે ચાલશે. હાલ બુધવારે સવારે એક ટ્રેન સુરતથી મહુવા ચાલે છે.

જ્યારે 1 મે ગુજરાત સ્થાપના દિવસથી સુપર ફાસ્ટ તેજસ ટ્રેન મુંબઇથી અમદાવાદ માટે ફાળવાઇ છે. ટ્રેન રાજધાની ટ્રેન સમકક્ષ હશે. જે રોજ મુંબઇથી અમદાવાદ જશે. જોકે ટ્રેનનું શિડ્યુલ હજુ આવ્યું નથી. બન્ને ટ્રેનનો લાભ વડોદરાના મુસાફરોને મળશે.સાંસદ રજંનબહેન ભટ્ટે જણાવ્યું હતું કે સુરતમાં સૌરાષ્ટ્રના લોકો વધુ રહેતા હોવાથી ત્યાંથી મહુવાની ટ્રેન સપ્તાહમાં ત્રણ વાર શરૂ કરાશે.

બંને ટ્રેનનો રૂટ વાયા વડોદરા હોવાથી મુસાફરોને લાભ મળશે

સુરતથી મહુવા અને મુંબઇથી અમદાવાદની ટ્રેન દોડશે

અન્ય સમાચારો પણ છે...