• Gujarati News
  • National
  • રિકશા બેસીને જતી યુવતીના મોબાઇલની લૂંટ

રિકશા બેસીને જતી યુવતીના મોબાઇલની લૂંટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીકાપડ માર્કેટમાં ખરીદી માટે રિકશામાં બેસીને જઇ રહેલી યુવતીના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને સ્કુટી ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે સ્કુટી ચાલકની શોધખોળ શરુ કરી હતી.

કારેલીબાગના સંગમ ચાર રસ્તાની સુહાગ સોસાયટીમાં રહેતી વર્ષા રાજેન્દ્રપ્રસાદ ધ્યાની ગત 26 ફેબ્રુઆરીએ બપોરના સુમારે માંડવી કાપડ માર્કેટમાં ખરીદી કરવા માંડવી જવા માટે રિકશામાં બેઠી હતી. દરમિયાન વૃંદાવન ટાઉનશીપ પાસે અજાણ્યો સ્કુટી ચાલક અચાનક ધસી આવ્યો હતો. યુવતી રિકશામાં બેસીને ફોન પર એસએમએસ કરી રહી હતી, ત્યારે સ્કુટી ચાલક તેના હાથમાંથી ફોન ઝુંટવી ફરાર થઇ ગયો હતો. સ્કુટી ચાલક અલ્લારખા ઉર્ફે ઇજો રફીક શેખ (રહે, યાકુતપુરા) હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તેની શોધખોળ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...