મજારની મુલાકાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

સયાજીરાવજન્મજયંતી નિમિત્તે વડોદરા ખાતે કાર્યક્રમમાં આવેલા સરોદ વાદક પદ્મવિભૂષણ ઉસ્તાદ અમજદઅલી ખાને શનિવારે આફતાબ-એ-મૌસીકી (સંગીતના સૂર્ય) વડોદરાના રાજ ગાયક ઉસ્તાદ ફૈયાઝ ખાનની મજારની મુલાકાત લીધી હતી. મજાર પર મસ્તક નમાવી મહેફિલને જીતી શકે તેવો ફૈયાઝ ખાન જેવો સંગીતનો બાદશાહ 100 વર્ષમાં થયો નથી તેમ કહીને ગળગળા થઇ ગયા હતા. વડોદરાની ખુશનસીબી છે કે ફૈયાઝ ખાન જેવા ભારતીય સંગીતના બાદશાહ મળ્યા તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આફતાબ-એ-મૌસીકી ફૈયાઝ ખાનની દરગાહ પર અમજદઅલી ખાને જણાવ્યું હતું કે, ગુરુએ શિખવાડ્યું હોય તેવું ગાવાની જગ્યાએ ફૈયાઝ ખાન અલગ અને ચમત્કારિક રીતે ગાતા હતા. તેમનામાં શ્રોતાની નાડ પારખવાની શક્તિ હતી. જ્યારે ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના અધ્યાપક રાજેશ કેલકર તથા વિદ્યાર્થીઓએ ઉસ્તાદ અમજદઅલી ખાનને તાનસેનના સમકાલીન આગ્રા ઘરાનાના ઉ.હાજી સુજાન ખાન રચિત રાગ ભૈરવની બે બંદીશો “અલ્લા હો અલ્લા” અને “તૂ અબ યાદ કર લે” સંભ‌ાળાવતાં તેઓ ગદ્ગદિત થઇ ગયા હતા. જ્યારે ત્યારબાદ તેમણે ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સની મુલાકાત લીધી હતી. જેમાં શિક્ષકો સાથે અલાયદી મુલાકાત કર્યા બાદ વિદ્યાર્થીઓ સાથે પણ એક કલાક જેટલી વાતો કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, સંગીત સાધનાનો વિષય છે. પરંતુ તેની સાથે અન્ય સ્ટ્રીમનું શિક્ષણ પણ મેળવવું જોઇએ.

રિયાઝના કલાક નહીં રાગ શુદ્ધતા જરૂરી છે

વડોદરા કોર્પોરેટ્સ કલાને પ્રોત્સાહિત કરે

ઉસ્તાદઅમજદઅલી ખાને જણાવ્યું હતું કે, સંગીતમાં કારકિર્દી ઘડવા માંગતા હોવ તો માત્ર સંગીતને વળગી ભરપૂર સાધના કરવી પડશે. આઝાદી પૂર્વે વડોદરા સૌથી મહત્ત્વનું શહેર ગણાતું હતું. હજુ પણ વડોદરા કલા અને અન્ય શિક્ષણનું હબ છે. ત્યારે શહેરમાં કલાની ભરપૂર પ્રવૃત્તિઓ થવી જોઇએ. શહેરમાં કાર્યરત કોર્પોરેટ્સ આગળ આવે અને કલાને પ્રોત્સાહિત કરે તે તેમની ફરજ બને છે.

એક રાગનો રિયાઝ કેટલા કલાક કરો છો તે મહત્ત્વનું નથી. પરંતુ રિયાઝ કરતી વેળા રાગમાં શુદ્ધતા કેટલી છે તે મહત્ત્વનું છે. રાગની શુદ્ધતા સાથે બંદીશ પર ભાર આપવો જોઇએ. રાગમાં શુદ્ધતા હશે અને બંદીશનો રિયાઝ હશે તો તમને મેદાન મારતાં કોઇ રોકી શકશે નહીં.

ઉસ્તાદ અમજદઅલી ખાને પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સાથે એક કલાક ચર્ચા કરી

ફૈયાઝ ખાન મહેફિલ જીતનાર સંગીતના બાદશાહ હતા

અન્ય સમાચારો પણ છે...