તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેક રિટર્ન કેસમાં આરોપી ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂા.10લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં આરોપી અદાલતમાં હાજર રહેતો હોય તેની સામે નોન બેલેબલ વોરંટ નિકળતાં વાડી પોલીસે આરોપીની ધરપકડ કરી તેને અદાલતમાં રજૂ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, ફરિયાદી ભરતભાઇ બી.ઠક્કર (રહે.અનુરાગ સોસાયટી,અકોટા)ના મિત્ર હરેશકુમાર ચંદુલાલ પટેલ (રહે.શ્રીદ્વારકેશ, પ્રેમાનંદ કવીની પોળ,વાડી)ને રૂા.10 લાખની જરૂરીયાત ઉભી થતાં તેમણે ભરતભાઇ ઠક્કર પાસેથી ઉછીના પટે રૂા.10 લાખ લીધા હતા અને નાણાં એક માસમાં પરત કરવાની ખાતરી આપી હતી. પેટે તેમણે રૂા.10 લાખનો ચેક પણ આપ્યો હતો. ચેક બેંકમાં જમાં કરાવવામાં આવતાં અપુરતા નાણાંના કારણે ચેક પરત ફર્યો હતો એટલે અદાલતમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કેસમાં આરોપી હરેશકુમાર પટેલ અદાલતમાં સતત ગેરહાજર રહેતા હોય તેની સામે નાન બેલેબલ વોરંટ નિકળતાં વાડી પોલીસે આજે તેની ધરપકડ કરી હતી અને અદાલતમાં રજૂ કરવામાં આવતાં તેને જ્યુ.કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો