તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોન્ફરન્સ હોલનું આયોજન કરતાં સ્થાનિકોનો વિરોધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્ફરન્સ હોલનું આયોજન કરતાં સ્થાનિકોનો વિરોધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેવાસદનદ્વારા બદામડી બાગ ખાતે આવેલા બગીચાને બે વર્ષ અગાઉ ડેવલપ કર્યા બાદ બે મહિના અગાઉ સ્થળે વીડિયો કોન્ફરન્સ હોલ બનાવવા કામગીરી શરૂ કરતા સ્થાનિકોના વિરોધને પગલે કામગીરી બંધ કરવામાં આવી હતી. સેવાસદનના આડેઘડ વહીવટને પગલે ડિજિટલ ઇન્ડિયાની મુહીમ વચ્ચે બરોડા આઇ, જીઆઇએસ અને સ્કાડાનું મોનિટરિંગ કરવાની કામગીરી ખોરંભે પડવાની ભીતિ સેવાઇ રહી છે.

સેવાસદન દ્વારા ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ત્રણ મહત્ત્વની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે પૈકી સમગ્ર શહેરમાં બરોડા આઇ પ્રેાજેક્ટ અંતર્ગત 260 સીસીટીવી કેમેરા લગાવવા , જીઆઇએસ સિસ્ટમથી નકશા અને અન્ય વસ્તુ કનેક્ટ કરવી તેમજ પાણી માટે સ્કાડાની સિસ્ટમ અમલી બનાવવી ત્રણ પ્રોજેક્ટનું મોનિટરિંગ કરવા બદામડી બાગ ખાતે નવું બિલ્ડિંગ બનાવવાનું હતું. જે અંગે રૂ.3.24 કરોડના ખર્ચે બે મહિના અગાઉ કામ કરવા વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. સેવાસદનના આડેઘડ વહીવટનો બોલતો નમૂનો પુરવાર થયો છે.આ જગ્યાને બે વર્ષ અગાઉ સેવાસદને રમત ગમતના નાવા સાઘનો મૂકી ગાર્ડનને રિનાવોટ કર્યેા હતો.

અમે નવી જગ્યા શોધવાનું શરૂ કર્યું છે

^અમે નવી જગ્યા શોઘવાનું શરૂ કર્યું છે. સ્થાનિકોના વિરોધને પગલે કામ બંધ કરવું પડ્યું હતું. વિસ્તારમાં વાસ્તવમાં બીજો બગીચો નથી. નાગરિકોની વાત પણ યોગ્ય છે. > ડો.જિગીષાબેનશેઠ, સ્ટેન્ડિંગઅધ્યક્ષ

ફેક્ટ ફાઇલ

પ્લોટ એરિયા -2000 ચો.મી.

બિલ્ડઅપ એરિયા -1460 ચોમી

પ્રોજેક્ટ કોસ્ટ-રૂ. 3,24,75,262

કઇસુવિધા કરવાની હતી

1.વીડિયોસર્વેલન્સ હેતુસર 50 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા ધરાવતો કોન્ફરન્સ હોલ

2.મીટિંગ માટે 10 વ્યક્તિઓ માટેનો મિની કોન્ફરન્સ હોલ

3.પ્રોજેક્ટર અને સ્ક્રીનિંગ સાથેની આધુનિક વ્યવસ્થા.

4.વીઆઇપી લોન્જની સુવિધા.

5.બીજા માટે રેકોર્ડ રૂમ,સર્વરરૂમ, અને યુપીએસ રૂમ

6.સિવિક સેન્ટર પહેલા માળે વિવિધ સુવિધા સાથે.

બગીચાની જગ્યા હોવાથી કામ બંધ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો