તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પૂ.પ્રમુખસ્વામીને પાલિકાની સભામાં શ્રદ્ધાંજલિ અર્પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂ.પ્રમુખસ્વામીને પાલિકાની સભામાં શ્રદ્ધાંજલિ અર્પણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રજીવન ધર્મ અને માનવતા માટે ન્યોછાવર કરનાર બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા અને બ્રહ્મસ્વરૂપ સંત પૂ.પ્રમુખ સ્વામી મહારાજને સેવાસદનની સભામાં શોકાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સદગતના માનમાં સભા મોકુફ રાખવામાં આવી હતી.

અનેક કષ્ટો વેઠીને માનવજાતની સેવા માટે પુરુષાર્થ કરનાર પૂ.પ્રમુખસ્વામી મહારાજ નિ:સ્વાર્થ સેવા,અનન્ય ભક્તિ,અહંશૂન્યતા,પ્રચંડ પુરુષાર્થ, સાદગીપૂર્ણ પરમ સાધુતામય જીવન તેમજ સૌમ્ય પ્રકૃતિથી અસંખ્ય લોકોના હૃદયમાં અનન્ય આદર પામ્યા હતા. બ્રહ્મસ્વરૂપ પૂ.પ્રમુખસ્વામી મહારાજ તા.13 ઓગસ્ટના રોજ 95 વર્ષની વયે સાળંગપુર ખાતે બ્રહ્મલીન થયા હતા.સદ્ગતના માનમાં સેવાસદને ફતેગંજ ફ્લાય ઓવરનું નામકરણ પૂ.પ્રમુખસ્વામી બ્રિજ કર્યું હતું તે નોંધનીય છે.

મેયર ભરત ડાંગરના અધ્યક્ષસ્થાને મળેલી સેવાસદનની સભામાં પૂ.પ્રમુખસ્વામીને શ્રદ્ધાસુમન અર્પણ કરી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. સભામાં કરાયેલા શોકદર્શક ઠરાવમાં જણાવ્યું હતું કે, સ્વ.પ્રમુખસ્વામી મહારાજે 1100 અનુયાયીઓને દીક્ષા અપાવી,9100 સંસ્કાર કેન્દ્રો શરૂ કર્યાં,18000થી વધુ ગામડાંઓ-શહેરોમાં ધર્મસભાઓ કરી સમાજને નવો રાહ ચિંધવા સતત પ્રયત્નશીલ રહ્યા.55000 સ્વયંસેવકોની ફૌજ તૈયાર કરી તેઓ થકી અનેક પ્રકારની સેવાઓ સમાજને આપી,દેશ વિદેશમાં 1100થી વધુ મંદિરોનું નિર્માણ કર્યું,લાખો નવયુવાનોને આધ્યાત્મિક માર્ગે વાળ્યા,2.50 લાખ લોકોને વ્યસન મુક્ત કર્યા,સંસ્થાને 15 એવોર્ડ અપાવ્યા અને દેશ- વિદેશમાં કુલ 3850 સેન્ટર સ્થાપી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં સિંહફાળો આપ્યો પૂ.પ્રમુખસ્વામી મહારાજના અવસાનથી ભારતીય સંસ્કૃતિના ગૌરવમૂર્તિ સમાન સંતવિભૂતિ,ધર્મ અને ટેક્નોલોજીનો સુભગ સમન્વય કરાવનાર સંત શિરોમમિ,ધર્મ પ્રચારક અને માનવતાનો સંદેશ આપનાર સાચા અર્થના વિરલ સંતની સમગ્ર દેશ અને સમાજને પૂરાય તેવી ખોટ પડી છે.સદ્ગતના અવસાનથી સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો,હરિભક્તો અને સમગ્ર સમાજ ઉપર આવી પડેલા દુ:ખમાં સેવાસદનની સભા સહભાગી બને છે તેવો ઉલ્લેખ શોકદર્શક ઠરાવમાં કરાયો હતો.

સભામાં શોકદર્શક ઠરાવ પસાર કરાયો

બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો