તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિશ્વ સાક્ષરતા દિને શહેરના 7 ટીચર્સને સન્માનિત કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ સાક્ષરતા દિને શહેરના 7 ટીચર્સને સન્માનિત કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વસાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બરે શહેરની સાત શિક્ષિકાઓને સન્માનિત કરાઇ હતી. તેમણે એજ્યુકેશન ક્ષેત્રે આવેલા યોગદાન બદલ નેશનલ બિલ્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. જેમાં જિગીષા દરજી- આંગણવાડી સેન્ટ્રલ જેલ, કેદી બનેલ બાળકોને છેલ્લા 5 વર્ષથી શિક્ષણ આપે છે. હિના ઉપાધ્યાય- સહાય વોકેશનલ સેન્ટર,મંદબુદ્ધિના બાળકોને રોજગાર તાલીમ આપે છે. તેમને સામાજિક કલ્યાણ વિભાગ પાસેથી 2004માં ખાસ પ્રમાણપત્ર મળેલ છે. જીગ્ના દેસાઈ- સરસ્વતી વિદ્યાલય, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, સંકલ્પિત શિક્ષણ ક્ષેત્રે બાળકોને પ્રિ-વૉકેશન તાલીમ, સાંસ્કૃતિક તાલીમ, સ્પોર્ટ્સ તાલીમ આપે છે તથા સરકારી લાભ અપાવે છે. સાથે પ્રેમિલા પરમાર- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પાથમિક શાળા, રશ્મિ મહેતા- કમળાબેન બધીર વિદ્યાલય, સુનિતા પટેલ- હિંગલોર પ્રાથમિક શાળા અને કુમુદ પટેલ- હિંગલોર પ્રાથમિક શાળાને સન્માનિત કરવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો