તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દેરાસરમાં દર્શન કરવા જઇ રહેલાં વૃદ્ધાનાે અછોડાે તૂટ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેરાસરમાં દર્શન કરવા જઇ રહેલાં વૃદ્ધાનાે અછોડાે તૂટ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાવારસિયા વિસ્તારમાં સ્વામી પ્રેમદાસ હોસ્પિટલની સામે રસ્તા પર સ્કુટી પર પસાર થઇ રહેલા વૃદ્ધ દંપતિ પૈકી વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન તોડી બાઇક પર આવેલો શખ્સ ફરાર થઇ ગયો હતો. વૃદ્ધ દંપતિએ તુરત બુમાબુમ કરીને અછોડાતોડનો પીછો પણ કર્યો હતો પણ અછોડાતોડ પલકવારમાં ગાયબ થઇ ગયો હતો.

સિટી પોલીસ સ્ટેશનમાં હિરાબેન મોહનચંદ શાહ (રહે, સુંદરવન સોસાયટી, દિપીકાગાર્ડન પાસે)એ ફરિયાદ નોંધાવી હતી. હિરાબેન પોતાના પતિ સાથે સ્કુટી પર બેસીને શુક્રવારે સવારે પોણા દસ વાગ્યાના અરસામાં આજવા રોડ પર આવેલા જૈન દેરાસરમાં દર્શન કરવા જઇ રહ્યા હતી. દરમિયાન વારસિયા પ્રેમદાસ હોસ્પિટલની સામેના રસ્તા પરથી તેઓ પસાર થઇ રહ્યા હતા, ત્યારે અચાનક એક શખ્સ બાઇક પર તેમની પાસે ધસી આવ્યો હતો અને સ્કુટી પર પાછળ બેઠેલા હિરાબેનના ગળામાં પાછળથી હાથ નાંખીને ગળામાં પહેરેલી સોનાની બે તોલાની ચેઇન (કિંમત 40,000) આંચકીને ફરાર થઇ ગયો હતો.

અચાનક બનેલી ઘટનાથી વૃદ્ધ દંપતિ હેબતાઇ ગયું હતું અને બુમાબુમ કરી હતી. મોહનચંદ શાહે સ્કુટી પર અછોડાતોડનો પીછો પણ કર્યો હતો પણ અછોડાતોડ પળવારમાં અદ્રષ્યથઇ ગયો હતો. વૃદ્ધાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

અછોડાતોડ પલકવારમાં ગાયબ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો