તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મહિલાને કોરા કાગળોના બે બંડલ પધરાવી દાગીના ઉતારી લીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાને કોરા કાગળોના બે બંડલ પધરાવી દાગીના ઉતારી લીધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાકારેલીબાગ વિસ્તારમાં કર્મભૂમિ કોમ્પ્લેક્ષ પાસેથી પસાર થતી મહિલાને ભેટી ગયેલા બે ગઠિયાઓએ મહિલાનો વિશ્વાસ કેળવીને દાગીના ઉતરાવી ફરાર થઇ ગયા હતા. મહિલાને કોરા કાગળોનું બંડલ પધરાવી 100 રૂપિયાનાં બે બંડલ છે તેમ પણ ગઠિયાઓએ જણાવ્યું હતું. ગઠિયાઓએ અમદાવાદ જવાની બસ કયાં મળશે તેમ જણાવી પૂછપરછ કરી વિશ્વાસ કેળવ્યો હતો.

શહેરના આજવા રોડ પર લક્ષ્મીનગરમાં રહેતાં 53 વર્ષીય વંદનાબેન દિવાકર ઇંગળે ગુરવારે બપોરે કારેલીબાગ જલારામ મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં. દર્શન કરી તેઓ ચાલતાં ઘેર પરત ફરતાં હતાં, ત્યારે કર્મભૂમિ કોમ્પ્લેક્ષ પાસે એક 14 વર્ષનો છોકરો તેમની પાસે આવીને અમદાવાદ જવાની બસ ક્યાંથી મળશે તેવી પૂછપરછ કરી હતી. છોકરાની વાત સાંભળીને વંદનાબેનને દયા આવી હતી અને તેની સાથે વાત કરી હતી. તે સમયે અન્ય એક 35 વર્ષનો શખ્સ પણ ત્યાં આવ્યો હતો.મહિલાએ જણાવ્યું હતું કે શખ્સે વાતચીત દરમિયાન શું કર્યું તેની મને જાણ થઇ હતી અને તેઓ તેની પાછળ પાછળ ગયાં હતાં. તેની વાતોમાં આવી ગયેલી મહિલાએ ગળામાં પહેરેલ ચાર ગ્રામનું સોનાનું મંગળસૂત્ર અને કાનમાં પહેરેલ ત્રણ ગ્રામની સોનાની બુટ્ટીઓ (કિંમત 10,000)કાઢી લઇને પાકીટમાં મૂકી હતી. ગઠિયાએ પાકીટ લઇ લીધું હતું અને બે પૈકી એક શખ્સે 100-100 રૂપિયાનાં બે બંડલ છે તેમ જણાવી સફેદ રૂમાલમાં બાંધેલું કવર મહિલાને આપ્યું હતું. થોડી વાર મહિલાને ત્યાં ઊભી રાખીને બંને ગઠિયા ત્યાર બાદ ફરાર થઇ ગયા હતા. મહિલાને થોડી વાર બાદ જાણ થઇ હતી કે બંને ગઠિયા તેમના દાગીના લઇને જતા રહ્યા છે. બંને બંડલોની તેમણે તપાસ કરતાં કોરા કાગળો મળી આવ્યા હતા. મહિલાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

અમદાવાદ જવાની બસ કયાં મળશે તેવી પુછપરછ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો