તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લગ્ન કરવાના ઇરાદે કિશોરીનું ઇન્ડિકા કારમાં અપહરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્ન કરવાના ઇરાદે કિશોરીનું ઇન્ડિકા કારમાં અપહરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાતાલુકાના ભાલિયાપુરા ગામની કિશોરીનું લગ્ન કરવાના ઇરાદે એક મહિલા સહિત ત્રણ શખ્સોએ ઇન્ડિકા કારમાં બેસાડીને અપહરણ કર્યું હોવાની ફરિયાદ કિશોરીની માતાએ મકરપુરા પોલીસ સ્ટશનમાં નોંધાવી હતી.

મકરપુરા પોલીસ સ્ટેશનમાં કિશોરીની માતાએ ભાલિયાપુરાના મૂકેશ રમણ ઠાકરડા, તેની બહેન ભાઉ અને તેના બનેવી સામે ફરિયાદ નોંધાવી હતી કે ગુરુવારે બપોરથી રાત સુધીના ગાળામાં તેઓ અને તેમના પતિ ઘેર હતાં ત્યારે તેમની પુત્રી કુદરતી હાજતે ખેતરમાં ગઇ હતી. તે સમયે શખ્સો ઇન્ડિકા કાર લઇને ત્યાં આવ્યા હતા અને લગ્ન કરવાના ઇરાદે તેમની પુત્રીને કારમાં બેસાડી અપહરણ કર્યુ હતું અને આણંદના વહેરાગામ ખાતે લઇ ગયા હતા. ત્યાં તેમની પુત્રી સાથે અડપલાં કર્યા બાદ ત્રણેય શખ્સોએ લગ્ન નહીં કરે તો તેને અને સગીરાના પિતાને મારી નાંખવાની પણ ધમકી આપી હતી. સમગ્ર મામલાની જાણ ગામના જગદીશ કનુ ઠાકરડાને હોવા છતાં તેણે સગીરના પિતાને જાણ કરી ના હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું. મકરપુરા પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

3 શખ્સો ઇન્ડિકા કારમાં લઇ ગયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો