તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રજીસ્ટર્ડ ગ્રેજ્યુ.ની 14 બેઠકો માટે 14100 રજીસ્ટ્રેશન થયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજીસ્ટર્ડ ગ્રેજ્યુ.ની 14 બેઠકો માટે 14100 રજીસ્ટ્રેશન થયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિ.માંરજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની 14 બેઠકો માટે યોજાનાર સેનેટની ચૂંટણીમાં આજે ફી ભરવાના અંતિમ દિવસે વધુ 1500 જેટલાં રજિસ્ટ્રેશન થતાં કુલ આંકડો 14100 સુધી પહોંચી ગયો છે. જોકે રાતના 12 વાગ્યા સુધી ચાલનારી કામગીરીમાં રજિસ્ટ્રેશનનો આંકડો વધે અને 15 હજારને પાર કરી જાય તેવું માનવામાં આવી રહ્યું છે. યુનિ.માં 8મી જાન્યુઆરીના રોજ 14 રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની સેનેટની ચૂંટણી યોજાશે. ચૂંટણીમાં અત્યાર સુધીમાં 12500 ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ રજિસ્ટર્ડ કરાવ્યાં છે. જેમાં આજે ફોર્મ ફી ભરવાના અંતિમ દિવસે 1500 ફી ભરતાં રજિસ્ટ્રેશનનો આંકડો 14100 સુધી પહોંચ્યો છે. હજી રાતના 12 વાગ્યા સુધી ફોર્મ અને ફી ભરવાની કામગીરી ચાલનારી હોઇ રજિસ્ટ્રેશન માટે ફાઇનલ આંકડો 10મીએ જાહેર કરાશે. અત્યાર સુધીમાં સૌથી કોમર્સ ફેકલ્ટીમાં 2500, ટેક્નોલોજી ફેકલ્ટીમાં 2400, સાયન્સ ફેકલ્ટીમાં 2200, આર્ટ્સ ફેકલ્ટીમાં 1700 તેમજ અન્ય ફેકલ્ટીઓમાં 500થી લઇને 1200 સુધીનાં રજિસ્ટ્રેશન થયાં છે. રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની ચૂંટણી માટે વિદ્યાર્થીઓનાં રજિસ્ટ્રેશન અને ફી માટેના અંતિમ દિવસ અંગે એડીઇ-ડેપ્યુટી રજિસ્ટ્રાર જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, અંતિમ દિવસે 1500 જેટલાં રજિસ્ટ્રેશન-ફી ભરાઇ છે. જોકે રાતના 12 વાગ્યા સુધી કાર્યવાહી ચાલનારી હોઇ ફાઇનલ આંકડો 10મીએ જાહેર કરાશે.

મોડી રાત સુધી ચૂંટણીની કામગીરી ચાલશે

ફાઇનલ આંકડો આવતીકાલે જાહેર થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો