• Gujarati News
  • National
  • ગવર્નમેન્ટ સર્વન્ટ્સ કો. ઓ. સોસા.ની ચૂંટણી માટે 55માંથી 14 ફોર્મ નામંજૂર

ગવર્નમેન્ટ સર્વન્ટ્સ કો. ઓ. સોસા.ની ચૂંટણી માટે 55માંથી 14 ફોર્મ નામંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાઅને છોટાઉદેપુર જિલ્લામાં આવેલી રાજ્ય સરકારની કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ-સરકારીઓની બનેલી ગવર્નમેન્ટ સર્વન્ટ્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી તા.27 ઓગસ્ટે યોજાનાર છે. ચૂંટણી માટે 55 ફોર્મ ભરાયા બાદ હાથ ધરાયેલી ચકાસણીમાં 14 ફોર્મ નામંજૂર થયાં હતાં. આવતીકાલે ગુરુવારે ફોર્મ પરત લેવાનો છેલ્લો દિવસ હોઇ કાલે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

9000 થી વધુ સભાસદો ધરાવતી ગવર્નમેન્ટ સર્વન્ટ્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી તા.27 ઓગસ્ટે યોજવાની જાહેરાત થઇ છે. અગાઉ 3 વર્ષની મુદત માટે થતી ગવર્નમેન્ટ સર્વન્ટ્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીની વખતની ચૂંટણી નવા સહકારી કાયદા મુજબ 5 વર્ષની મુદત માટે થનાર છે. એટલું નહીં ડિરેકટર્સની 21 જગ્યાઓ માટે યોજાનાર ચૂંટણીમાં વખતે જુદીજુદી સરકારી કચેરીઓની સભાસદ સંખ્યા મુજબ ડિરેકટર્સની બેઠકો ફાળવાઇ છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત 55 ફોર્મ ભરાયાં હતાં. જેની ચકાસણી કરાતાં 14 ફોર્મ નામંજૂર અને 41 ફોર્મ મંજૂર ઠર્યાં હતાં. આવતીકાલે ગુરુવારે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પરત લેવાની અંતિમ મુદત છે. ફોર્મ પરત લેવાની પ્રક્રિયા પૂર્ણ થતાં 21 બેઠકો પૈકી કેટલી બેઠકો બિનહરીફ કેટલા ઉમેદવારો અંતિમ જંગ માટે મેદાનમાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...