• Gujarati News
  • National
  • ટ્રેનના મુસાફરોને લાકડી મારી મોબાઇલ તફડાવતા 2 ઝડપાયા

ટ્રેનના મુસાફરોને લાકડી મારી મોબાઇલ તફડાવતા 2 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનારેલવે સ્ટેશન સંકુલમાં મોબાઈલચોરી અને બેગચોરીના બનાવો વધી પડતાં વેસ્ટર્ન રેલવે પોલીસ વડાએ આપેલી સૂચના મુજબ રેલવે પોલીસના જવાનોએ ગહન તપાસ હાથ ધરતાં ચાલુ ટ્રેન દરમિયાન મોબાઈલ ફોન પર વાત કરતાં મુસાફરોને લાકડી મારી મોબાઈલ ફોન તફડાવી લેતા બાજવાના એક યુવાનની ધરપકડ કરી હતી.ચોરેલા મોબાઈલ ફોન વેચનાર ખેડા જિલ્લાના શેરી ગામના યુવાનની પણ ધરપકડ કરી હતી.

વડોદરા રેલવે સ્ટેશન નજીક પંડ્યા બ્રિજ પાસે ટ્રેનના મુસાફરોને લાકડી મારી મોબાઈલ ફોન તફડાવી લેતા ઉઠાવગીરો સક્રિય થયા છે તેવી બાતમીના આધારે રેલવે પોલીસે નરેશ ઉર્ફે બોલી રમેશ મરાઠીની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે 12 મોબાઇલ ફોન રૂ.100,486ની જપ્ત કર્યા હતા નરેશે મોબાઇલ ફોન ખેડા જિલ્લાના મહુધા તાલુકાના શેરી ગામે રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે પીન્ટુ પૂનમભાઇ ચુનારાની પોલીસે ધરપકડ કરી હતી.

ચોરીના મોબાઇલ વેચનારને પણ ઝડપી પડાયો

અન્ય સમાચારો પણ છે...