• Gujarati News
  • National
  • યુિન.માંથી પસાર થતી ભૂખી કાંસની સફાઇ કરવા અભિયાન

યુિન.માંથી પસાર થતી ભૂખી કાંસની સફાઇ કરવા અભિયાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

આર્કિટેક્ચરવિભાગના વિદ્યાર્થીઓએ મ.સ. યુનિ.માંથી પસાર થતી ભૂંખી કાંસની સફાઇ હાથ ધરતાં આજે બુધવારે યુનિવર્સિટી ચાન્સેલર રાજમાતા શુંભાગિની રાજે ગાયકવાડ દોડી આવ્યાં હતાં. કામગીરી કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપરાંત યુનિ.ના સત્તાધીશો સાથે સ્થળ પર જોઇ નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓના કામગીરી બદલ ચાન્સેલરે અભિનંદન પાઠવ્યાં હતાં.

મ.સ.યુનિ.માંથી પસાર થતી ભૂંખી કાંસને સ્વચ્છ કરવાનું અભિયાન યુનિ.ની ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ ફેકલ્ટીના આર્કિટેક્ચર વિભાગના વિદ્યાર્થીઓએ આદર્યું છે. સંદર્ભે યુનિવર્સિટીનાં ચાન્સેલર રાજમાતા શુંભાગિનીરાજે ગાયકવાડને જાણ થતાં બુધવારે સવારે તેઓ યુનિવર્સિટી આવી પહોંચ્યા હતાં. યુનિવર્સિટી ચાન્સેલરના આવવાથી યુનિવર્સિટી એન્જિનિયર એન કે ઓઝા તથા યુનિવર્સિટી રજિસ્ટ્રાર પ્રો.નિરજા જયસ્વાલ પણ આવી પહોંચ્યાં હતાં.

ચાન્સેલર મેડમે કાંસ પાસેના અંડર બ્રિજ પર થઇ રહેલી સફાઇ કામગીરીની મુલાકાત લીધી હતી

ચાન્સેલર રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડે બુધવારે ભૂખી કાંસ ખાતે કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું.

રજિસ્ટ્રાર અને ઇજનેરે પણ સ્થળની મુલાકાત લીધી

આર્કિટેક્ચર વિભાગના વિદ્યાર્થીઓએ સફાઇ શરૂ કરી હતી

અન્ય સમાચારો પણ છે...