• Gujarati News
  • National
  • રાજવી મિલકતમાં ભાગ અંગેની અરજી નામંજૂર

રાજવી મિલકતમાં ભાગ અંગેની અરજી નામંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેબ્રુઆરી 2017માં સત્યશીલા વિજયસિંહ ગાયકવાડ, સંગ્રામસિંહ વિજયસિંહ ગાયકવાડ, સંગીતા વિજયસિંહ ગાયકવાડ, દિલજીતસિંહ ગાયકવાડ, પ્રતાપસિંહ વિજયસિંહ ગાયકવાડે રાજવી પરિવારની મિલકતોમાં પોતાની વારસાઇ હોવાનો દાવો સિટી સરવેમાં દાખલ કર્યો હતો. જેની વાંધા અરજી સિટી સરવે દ્વારા કાઢી નાખવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. ધારાશાસ્ત્રી દિનેશ શીંદેએ જણાવ્યું હતું કે રાજવી પરિવારની મિલકતોમાં ભાગ હોવાની અરજી સિટી સરવેમાં કરવામાં આવી હતી. તકરારી કેસ ઉભો કરવામાં આવ્યો હતો અને સાતમી પેઢીના વારસદારો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. જોકે સીધી લીટીના વારસદારો ના હતા. ગાયકવાડી પ્રોપર્ટી જ્યારે 1992માં મર્જર થઇ ત્યારે સ્ટેટ પ્રોપર્ટી તથા નોન સ્ટેટ પ્રોપર્ટીના એગ્રિમેન્ટ સમયે જે મિલકતો રાજવી પરિવારની હતી તેના પર કોઇનો હક્ક રહેશે નહિ તેવો એગ્રિમેન્ટ કર્યો હતો. ઉપરાંત 2013માં સુખદ સમાધાન થયું હતું.

મહારાજાના વકીલે પુરાવા રજૂ કર્યા હતા

સિટી સરવે દ્વારા લેવાયેલો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...