દિવસભર ઉકળાટ બાદ રાત્રે વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાશહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદનો વિરામ વર્તાઇ રહ્યો છે. બુધવારે વરસાદના વિરામ વચ્ચે ગરમી-ઉકળાટ વધતાં શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા. દરમિયાન રાત્રે શહેરના વિવિધ િવસ્તારોમાં વરસાદના છુટાછવાયા ઝાપટાથી ઠંડક વ્યાપી ગઇ હતી.

બુધવારે સવારથી સાંજ સુધી શહેરમાં સમયાંતરે વાદળિયો માહોલ રહેવા ઉપરાંત બપોર બાદ ઉઘાડ નીકળ્યો હતો. ઉઘાડ નીકળતાં ગરમી વર્તાઇ હતી. જો કે, વાદળછાયા માહોલ અને ઉઘાડને કારણે શહેરીજનોને મિશ્ર ઋતુનો અહેસાસ થયો હતો. ગરમીનું પ્રમાણ 33.4 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...