• Gujarati News
  • National
  • યુનિ.સ્ટાર્ટ અપ સેલના કો ઓર્ડિનેટર પદેથી કહારને હટાવાયા

યુનિ.સ્ટાર્ટ અપ સેલના કો-ઓર્ડિનેટર પદેથી કહારને હટાવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ સેલના કો-ઓર્ડિનેટર પદ પર રહેલ સુનીલ કહારને યુનિવર્સિટી સત્તાધીશોએ હટાવી દીધા હતા. છેલ્લા કેટલાય સમયથી વિવાદોના ઘેરામાં રહેલા કો-ઓર્ડિનેટરે સત્તાધીશો સામે આક્ષેપો કરીને રાજ્ય સરકાર સુધી રજૂઆતો પણ કરી હતી.

સ્ટાર્ટઅપમાં કોઇ પણ કામ થતું નથી અને યુનિવર્સિટી દ્વારા કોઇ પણ મદદ કરવામાં આવતી નથી તેવા આક્ષેપો સાથે સેનેટની બેઠકમાં પણ હંગામો થયો હતો માર્ચ મહિનાની સેનેટની બેઠકમાં સ્ટાર્ટઅપનો મુદ્દો ચર્ચામાં લેવામાં ના આવતાં સેનેટ સભ્યોના એક જૂથ દ્વારા વિશેષ સેનેટની બેઠક બોલાવવાની માંગણી પણ કરવામાં આવી હતી. 23મી જૂનના રોજ મળેલી વિશેષ સેનેટની બેઠકમાં પણ આ મુદ્દે તડાફડી થઇ હતી. ઉલ્લેખનીય છે કે સ્ટાર્ટઅપ સેલના કો-ઓર્ડિનેટર સુનીલ કહારે રાજ્ય સરકારમાં પણ આ અંગે રજૂઆતો કરી હતી અને યુનિ. સત્તાધીશો સામે આક્ષેપો કર્યા હતા. સુનીલ કહારને જ્યારે આ અંગે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે મને સ્ટાર્ટઅપ સેલના કો-ઓર્ડિનેટર પદ પરથી હટાવવામાં આવે છે તે અંગે મને ઓફિશિયલી કોઇ પણ પ્રકારની જાણ યુનિવર્સિટી તરફથી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...