તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પશ્ચિમ વિસ્તારમાં રાતે 45 મિનિટ અંધારપટ છવાયો

પશ્ચિમ વિસ્તારમાં રાતે 45 મિનિટ અંધારપટ છવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરુવારેરાતે 45 મિનિટ સુધી પશ્ચિમ વિસ્તારમાં અંધારપટ છવાઇ ગયો હતો અને તેના કારણે 3 લાખ નાગરિકોને હેરાન થવાનો વારો આવ્યો હતો.

ગોત્રી 132 કેવી સબ સ્ટેશનમાં ગુરુવારે સાંજે 7.30 થી 8 વાગ્યાના સુમારે ફોલ્ટ સર્જાતાં ગોરવા સબ ડિવિઝનના નવ ફીડર અને સુભાનપુરા સબ ડિવિઝનના ફીડર વિસ્તારમાંથી વીજપુરવઠો મેળવતા વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ હતી. જેના કારણે રિફાઇનરી રોડ, આઇટીઆઇથી પંચવટી, અલકાપુરી, ગોત્રી સહિતના વિસ્તારમાં પોણો કલાક સુધી વીજ પુરવઠો ઠપ્પ રહ્યો હતો.જેને પગલે ગોરવા,ગોત્રી સબ ડિવિઝનની કચેરીઓમાં ફરિયાદોનો મારો થયો હતો. 132 કેવી સબ સ્ટેશનમાં ફોલ્ટ સર્જાતાં જેટકો દ્વારા તેની મરામતની કામગીરી હાથ પર લેવામાં આવી હતી અને 45 મિનિટ સુધી કામગીરી કરવામાં આવી હતી. જોકે, રાતે પોણા નવ વાગે વીજપુરવઠો રાબેતા મુજબ થયો હતો.

3 લાખ લોકો હેરાનગતિનો ભોગ બન્યાં

ગોત્રી સબ સ્ટેશનમાં ફોલ્ટ સર્જાતાં અસર

અન્ય સમાચારો પણ છે...