તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરમાં વસતા 157 પાકિસ્તાની નાગરિકો પર પોલીસની બાજનજર

શહેરમાં વસતા 157 પાકિસ્તાની નાગરિકો પર પોલીસની બાજનજર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રિફાઇનરી સહિતના મોટા ઉદ્યોગોની સુરક્ષા વધારાઇ

આર્મીએસર્જિકલ સ્ટ્રાઇકના પગલે સરહદ પર તણાવ વધતા વડોદરાને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાત રિફાઇનરી સહિતના ઉદ્યોગોની સુરક્ષા વધારી દીધી છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પણ ઘનિષ્ઠ ચેકિંગ શરૂ કરી દેવાયું છે.

પોલીસ કમિશનર ઇ. રાધાકૃષ્ણે એલર્ટ જાહેર કરી શહેરનાં નાકાંઓ તેમજ ભીડવાળાં સ્થળો, મોલ, મલ્ટિપ્લેક્સ પર સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવાનો આદેશ કર્યો છે.

એરપોર્ટ, રેલવે સ્ટેશન,ભીડવાળાં સ્થળો પર ખાસ ચેકિંગ

સેનાની સર્જિકલ સ્ટ્રાઇકના પગલે વડોદરામાં એલર્ટ

ફોરેન બ્રાન્ચમાં નોંધાયેલી વિગતો મુજબ, વડોદરામાં હાલ 157 જેટલા પાકિસ્તાનીઓ વસવાટ કરી રહ્યા છે. તમામ શોર્ટ ટર્મ, લોંગ ટર્મ વિઝા કે વિઝિટર વિઝા પર આવેલા છે. તેમાંય મુસ્લિમોની સંખ્યા નહિવત્ છે. સેનાની સર્જિકલ સ્ટ્રાઇકના પરિણામે પોલીસે શહેરમાં વસવાટ કરતા પાકિસ્તાનીઓ પર વોચ ગોઠવી છે

વિદેશી નાગરિકોને ભાડેથી મકાન આપવા સંદર્ભે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી પોલીસને 24 કલાકમાં જાણ કરવા જણાવાયું છે. હોટલ,લોજ, બોર્ડિંગમાં વિદેશી નાગરિક આવે ત્યારે તેનો રેકર્ડમાં રાખવા કહ્યું છે.

વિદેશી ભાડવાતની જાણ કરો

અન્ય સમાચારો પણ છે...