• Gujarati News
  • National
  • વડોદરામાં સાત ‌વર્ષ પછી મહિલા ઇન્ટરનેશનલ વન ડે મેચ રમાશે

વડોદરામાં સાત ‌વર્ષ પછી મહિલા ઇન્ટરનેશનલ વન-ડે મેચ રમાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગમી દિવસોમાં વડોદરામાં આવેલ રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલાઓ વચ્ચે વન-ડે મેચ રમાશે.મેચ 12,15 અને 18 માર્ચના રોજ રમાશે.આ પ્રકારની ક્રિકેટ મેચમાં પ્રેક્ષકોનેા વધારે પ્રતિસાદ મ‌ળે તે માટે બી.સી.એ દ્વારા અગાઉથી પૂરેપૂરી તૈયારી કરી દેવામાં અાવી છે.ભારતીય મહિલા ટીમે આગ‌ળ રમાયેલી મેચોમાં ખૂબ જ સારો દેખાવ કર્યો છે.

આ મેચના આધારે શહેરની મહિલાઓને મહિલા ક્રિકેટ તરફ આકર્ષાય તેવા આશય સાથે બીસીએ કામ કરી રહ્યું છે.બીસીએ સભ્યોના લાંબા ગાળાના પ્રયત્નો બાદ ઇન્ટરનેશનલ મહિલા ક્રિકેટ મેચ યોજાશે.

વિદ્યાર્થીઓ ને મફત પાસ આપવામાં આવશે
બીસીએના ઇન્ચાર્જ સેક્રેટરી સ્નેહલ પરીખે જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ મહિલા વન-ડે ક્રિકેટ મેચ જોવા માટે વિદ્યાર્થીઅોને મફત પાસ આપવાનો મહત્ત્વનો નિર્ણય બીસીએ દ્વારા લેવામાં આવ્યો છે.મેચ જોવા આવનાર પ્રેક્ષકો માટે બીસીએ દ્વારા ખાસ સ્પર્ધા રાખવામાં આવી છે અને સ્પર્ધામાં અવ્વલ રહેનારને ઇનામો પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...