તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જમીન પ્રકરણમાં મધ્યસ્થી બની ~17 કરોડના ચેક આપ્યા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીન પ્રકરણમાં મધ્યસ્થી બની ~17 કરોડના ચેક આપ્યા હતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઈમ બ્રાન્ચના પૂર્વ PI પટેલની આગોતરા જામીન અરજી નામંજૂર

સયાજીપુરાની~53 કરોડની જમીનનો વેપારીએ કરેલો સોદો રદ કરાવી ~35 કરોડમાં મળતિયા કંપનીનો વેચાણ દસ્તાવેજ કરાવી દીધો હોવાના ચકચારી બનાવમાં ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ પી.આઇ. રાહુલ પટેલે અત્રેની સેશન્સ કોર્ટમાં મૂકેલી અાગોતરા જામીન અરજી નામંજૂર થઈ હતી.

રેસકોર્સ રોકડનાથ સોસા.માં રહેતા ખેડૂત અને વેપારી રતિલાલ પટેલે સયાજીપુરા સીમમાંની જમીનનો બ્રહ્માણી બિલ્ડકોમ સાથે ~53 કરોડમાં સોદો કર્યો હતો. જે પૈકી ~9 કરોડ આપ્યા બાદ એકાઉન્ટ બંધ કરાવી DCBમાં અરજી આપી હતી. અરજીના પગલે પીઆઇ રાહુલ પટેલે જાન્યુઆરી 2016માં વેપારીને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવી ધાકધમકી આપી બ્રહ્માણી બિલ્ડકોમના ~9 કરોડ પરત આપી દેવા કહ્યું હતું. ત્યારબાદ તેમના મળતિયાની ખેતલ રિયાલિટી કંપની સાથે ~35 કરોડમાં સોદો કરાવી ~18 કરોડ અપાવ્યા હતા જ્યારે બાકીના ~17 કરોડના પોસ્ટ ડેટેડ ચેક આપ્યા હતા. ચોંકાવનારી વાત છે કે રાહુલ પટેલે ગેરેન્ટર તરીકે તેમના એકાઉન્ટના ~17 કરોડના ચેક આપ્યા હતા. બાકીના ~17 કરોડ અપાતાં બાપોદ પોલીસે અંગે ભદ્રેશ દેસાઇ, અશ્વિન સરધરા, સુનીલ, સુરેશ અને રાહુલ પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો.આ ફરિયાદમાં પોલીસ ધરપકડ કરશે તેમ જણાતાં રાહુલ પટેલે આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.જામીન અરજીમાં બન્ને પક્ષે રજૂઆત કરવામાં આવ્યાં બાદ ન્યાયાધીશે આજરોજ અરજદાર રાહુલ પટેલની જામીન અરજી નામંજૂર કરી હતી.

ન્યાયાધીશે જામીન અરજી નામંજૂર કરતાં નોંધ્યું હતું કે, અરજદાર રાહુલ પટેલ સરકારી અમલદાર છે અને જાહેર સેવક હોવા છતાં તેમણે જમીનના એક કેસમાં એક વ્યક્તિની તરફેણ કરી છે. તેમજ અરજદાર તેમાં મધ્યસ્થિતિ પણ બન્યા હતા અને તેમણે રૂા.17 કરોડના ચેક અંગત ખાતામાંથી ઇસ્યુ કર્યા હતા.અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો