તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગોત્રી હરિનગર પાસે આવેલી દુકાનમાં આગ લાગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોત્રી હરિનગર પાસે આવેલી દુકાનમાં આગ લાગી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નશામાં ધૂત બની કારીગરે નવી દુકાનમાં આગ લગાડી

શહેરનાગોત્રી વિસ્તારમાં હરિનગર પાંચ રસ્તા પાસેના સાંઇ કીર્તિ કોમ્પ્લેક્ષમાં રેસ્ટોરન્ટ માટે ખરીદાયેલી નવી દુકાનમાં બુધવારે મધરાતે ધૂસી ગયેલા એક શખ્સે નશામાં ધૂત બની દુકાનમાં આગ ચાંપી હતી. આગના કારણે દુકાનમાં રહેલાં બે મશીન અને ગાદલાં સળગી ગયાં હતાં. ફાયર બ્રિગેડે તત્કાળ સ્થળ પર પહોંચી શટર ઊંચું કરી આગ બુઝાવી દીધી હતી. આગ લગાડ્યા બાદ શખ્સ દુકાનની બહાર નિકળી ગયો હતો. દુકાન માલિકના બે કારીગરો પૈકી એક કારીગરનું કૃત્ય હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગોરવા પોલીસે મામલે મૂકેશ નામના શખ્સની પ્રોહિબિશનની કલમ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આગના બનાવ અંગે ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે ગોત્રી હરિનગર પાંચ રસ્તા પાસે સાંઇ કીર્તિ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં આગ લાગી હોવાનો બુધવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં કોલ મળ્યો હતો. બનાવની જાણ થતાં ફાયર લાશ્કરો સાંઇ કીર્તિ કોમ્પ્લેક્ષ પર દોડી ગયા હતા અને આગને કાબૂમાં લઇ લીધી હતી.

આગમાં ગાદલાં, પથ્થર કાપવાનું કટર મશીન સહિત અન્ય સામાન બળીને ખાખ થઇ ગયો હતો. શહેર નજીક આવેલા કરોડિયા ગામમાં રહેતા રામ બતન યાદવ કલરકામનો વ્યવસાય કરે છે. તેઓએ ગોત્રી સાંઇ કીર્તિ કોમ્પ્લેક્ષમાં રેસ્ટોરન્ટના વ્યવસાય માટે દુકાન ખરીદી હતી. અંગે રામબતન યાદવે જણાવ્યું હતું કે, આગામી તા.1 ઓગસ્ટથી નવી ખરીદેલી દુકાનમાં ખાણી-પીણીના ધંધાની શરૂઆત કરવાની હતી. જેના કારણે ગઇ કાલે બુધવારે દુકાનમાં પૂજા રાખવામાં આવી હતી. ધાર્મિક વિધીમાં અવાર-નવાર મારી સાથે કલરકામ માટે આવતા મૂકેશ અને સરબજીત નામના યુવાનોને પણ પૂજાના કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા, પણ તે બંને જણા પ્રસંગે આવ્યા હતા. તેઓ છેલ્લા બે દિવસથી દુકાનમાં કલરકામ પણ કરતા હતા.

ગોરવા પોલીસે જણાવ્યું હતું કે રાત્રે મૂકેશ અને સરબજીત દુકાનમાં આવ્યા હતા.નશામાં ધૂત બનેલો મૂકેશ દુકાનનું શટર ખોલીને અંદર ગયા બાદ આગ લગાવી દીધી હતી અને ત્યાર બાદ બહાર નિકળી ગયો હતો. આગમાં ગાદલાં, પથ્થર ઘસવાનું મશીન સહિત અન્ય સામાન બળીને ખાક થઇ ગયો હતો.પોલીસે દુકાનમાં આગ લગાવનાર મૂકેશની પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો