તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 6.97 લાખની છેતરપીંડીના બનાવમાં તપાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6.97 લાખની છેતરપીંડીના બનાવમાં તપાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રહસ્યમય સંજોગોમાં ગુમ માતા અને પુત્રની શોધખોળ

મકરપુરામાંભાણી અને બનેવીએ ગુરુજી આવતા હોવાનું જણાવીને સાળા અને તેના પાડોશીના દાગીના અને રોકડ રકમને ડબ્બામાં મુકાવ્યા બાદ 6.97 લાખના દાગીના સગેવગે કરી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ બાદ મકરપુરા પોલીસે બનેવીની ધરપકડ કરી હતી. કેસની આરોપી યુવતીનો મૃતદેહ મહિસાગરમાંથી મળ્યો હતો પણ આરોપીની પત્ની અને 12 વર્ષનો પુત્ર હજુ પણ ગુમ હોવાથી પોલીસે વ્યાપક શોધખોળ શરુ કરી છે.

તરસાલીમાં રહેતા નીતન ચોગલેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના બનેવી કિરણ દત્તાત્રેય વિરગાંવકર (રહે, ભકતીનગર, તરસાલી) અને તેની પુત્રીએ ગુરુજી આવતા હોવાનું જણાવી તેના અને તેના પાડોશીના 6.97 લાખના દાગીના અને રોકડ રકમ વગે કર્યા છે, જેના પગલે પોલીસે કિરણની ધરપકડ કરી હતી. કિરણ જામીન પર છુટી ગયો છે. દરમિયાન પાંચ દિવસ બાદ કિરણની પુત્રી નિધીનો મહિસાગરમાંથી છાણી પોલીસને મૃતદેહ મળી આવ્યો હતો. જો કે જામીન પર છુટયા બાદ કિરણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે તેની પત્ની લતીકા અને તેનો 12 વર્ષનો પુત્ર ગુમ છે. પોલીસે મામલે મહિલા અને તેના પુત્રની વ્યાપક શોધખોળ શરુ કરી છે પણ કોઇ પતો મળતો ના હોવાનું પોલીસે જણાવ્યુ હતું.

ઉલ્લેખનિય છે કે તરસાલીમાં રહેતા નીતિન ચોગલેએ તેના બનેવી કિરણ વીરગાંવકર તથા કિરણની પુત્રી નિધિ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. કિરણનો જામીન પર છુટકારો થયો હતો.ઠગાઈના બનાવ બાદ નિધિનો મૃતદેહ મળતાં શંકા-કુશંકા ઉભી થઈ છે. નિધિએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો