તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • RTO નજીક ટેન્કરની અડફેટે દાદીનું મોત: 2 પૌત્રીને બચાવવા જીવ આપ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTO નજીક ટેન્કરની અડફેટે દાદીનું મોત: 2 પૌત્રીને બચાવવા જીવ આપ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાદરજીપુરા આરટીઓ ખાતે આજે સવારે આરટીઓમાં પાસિંગ માટે આવેલી એક ટેન્કરે પાછળથી એક વૃદ્ધાને અડફેટે લીધી હતી. આગળના વ્હીલની અડફેટમાં આવતાં વૃદ્ધાએ તેમની સાથે ચાલતી માસૂમ પૌત્રીઓને ધક્કો મારી હડસેલતાં તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે વૃદ્ધા દાદીના માથા પર ટેન્કરનાં પાછલાં પૈડાં ફરી વળતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

હરણીરોડ -દરજીપુરા ખાતે આવેલા આરટીઓમાં હરણી તરફનો રોડ સિંગલ ટ્રેક છે. તેમજ ટોલનાકા પાસેથી રોંગસાઇડ વાહનો જાય છે. જેથી અકસ્માત સર્જાતા હોય છે. વિસ્તાર સેવાસદન કે કલેક્ટર કોના નેજા હેઠળ આવે છે તે નક્કી નથી જેથી વર્ષોથી રજૂઆત છતાં રોડ મોટો થતો નથી. આરટીઓ અધિકારી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. પરંતુ પરિણામ નથી. દરજીપુરા ગામ પાસે જીવરામનગરમાં રહેતા બીજલ ભરવાડનાં માતા હજુબેન ભીમાભાઇ ભરવાડ(55) એક વર્ષ અગાઉ પુત્રને ઘરે રહેવા આવ્યા હતા. આજે સવારે તેઓ પોતાની પુત્રવધૂ લાભુબેન અને પૌત્રી રિદ્ધિ(3), આરતી(5) સાથે નજીકમાં રહેતી પુત્રીના ઘરે બેસવા જતા હતા. દરમિયાન 11:30 વાગે આરટીઓ તરફથી ધસી આવતી ટેન્કરે તેમને અડફેટમાં લીધા હતા. આગળના વ્હીલમાં આવેલા હજુબેને બાળકો તથા પુત્રવધૂને ધક્કો મારતાં તેઓનો બચાવ થયો હતો. જ્યારે જોત-જોતામાં ટેન્કરના પાછળનાં પૈડાં તેમના માથાના ભાગે ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું.

અકસ્માતને પગલે દરજીપુરાના સ્થાનિક લોકોમાં ભારે રોષ

માસૂમ પૌત્રીઓને ધક્કો મારી દૂર હડસેલતાં બચાવ થયો

શહેરના દરજીપુરામાં આવેલ આર.ટી.ઓ પાસે એક વૃદ્ધાનું ટેન્કર નીચે આવી જતા મોત થયું હતું અને વૃદ્ધા સાથે આવેલ બે બાળકોનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાં દોડી આવેલી હરણી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર થયેલા ટેન્કર ચાલકની શોધ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો