તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ST ડિવિઝનને ~5 લાખનું નુકસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર|વડોદરા

રાજ્યમાંદલિત આંદોલન ઉગ્ર બનતાં સૌથી ખરાબ અસર રાજકોટ, ભાવનગર વિસ્તારમાં વર્તાય છે. કેટલાંક તત્ત્વો દ્વારા બસના કાચ તોડી આગ ચાંપવાના બનાવને પગલે એસટી વિભાગ દ્વારા રાજકોટ તરફ જતી બસો બંધ કરવામાં આવી છે. જેથી વડોદરા ડિવિઝનમાં આવતા તમામ ડેપોમાંથી અંદાજે 32 ટ્રિપ રદ થતાં અંદાજે રૂ.5 લાખનું આર્થિક નુકસાન થયાનું જાણવા મળ્યું છે.

ગઇ કાલે દલિત પેન્થર સમાજ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર તરફથી આવતી અને જતી અંદાજે 70 બસોને અસર થઇ હતી. આજે બીજા દિવસે પણ આંદોલનની અસર વર્તાઇ હતી. વડોદરા ડિવિઝનની દીવ,મહુવા ,સોમનાથ, તરફની બસો બંધ કરવામાં આવી છે. આજે બપોર બાદ ખેડા તરફની બસો પણ બંધ કરવામાં આવી હતી. વડોદરા એસટી વિભાગના ઇન્ચાર્જ પી.એમ.પટેલે જણાવ્યા મુજબ આજે 32 ટ્રિપ બંધ રહેતાં અંદાજે રૂ.2.50 લાખનું નુકસાન થયું છે.જ્યારે બે દિવસમાં રૂ.5 લાખ જેટલા નુકસાનનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો