Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
10%વ્યાજની લાલચ આપી 3.70 કરોડ ઠગ્યા
KPS ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગાઇ કરનારની ધરપકડ
કે.પી.એસ.ઇન્વેસ્ટમેન્ટ નામની કંપની બનાવી 10 ટકા વ્યાજની લાલચ આપી અસંખ્ય લોકો પાસે રોકાણ કરાવી ~3,70 કરોડની ઠગાઇ કરવાના બનાવમાં સંડોવાયેલા એક શખ્સની પોલીસે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
બનાવની વિગત એવી છે કે, ઝરીનાબહેન પટેલે સપ્ટેમ્બર 2012માં આપેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ઠગાઇ કરવાના ઇરાદે કે.પી.એસ. ઇન્વેસ્ટમેન્ટ નામની કંપની અમદાવાદ ખાતે સ્થાપી હતી. આરોપીઓએ તેમની કંપની રજિસ્ટર થયેલી છે તેમ જણાવી 10 ટકા વ્યાજ આપવામાં આવશે તેમ જણાવતાં અનેક લોકોએ કંપનીમાં રોકાણ કર્યું હતું અને થોડા મહિના માટે વ્યાજ આપવામાં આવ્યા બાદ વ્યાજની રકમ ચૂકવી હતી.આરોપીઓએ ફરિયાદી તેમજ સાહેદોના કુલ રૂા.3,70 કરોડની ઠગાઇ કરી હતી.
જે.પી.રોડ પોલીસ અગાઉ કેટલાક આરોપીની ધરપકડ કરી હતી અને તપાસમાં આરોપી મોહીબઅલી ઉર્ફે મુન્નો મુસ્તાકમિયા સૈયદ (રહે.અમદાવાદ)ની સંડોવણી સપાટી પર આવી હોઈ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આજરોજ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે, આરોપી કંપનીનો ડાઇરેક્ટર છે. તેની પાસેથી નાણાં રિકવર કરવાનાં બાકી છે.જ્યુ.મેજિ.એ આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.